સૌરાષ્ટ્ર યુનિ. શિક્ષણ હેતુની જગ્યા જાણ કર્યા વગર બારોબાર વેચી દેવાઇ; RMC એ અયોગ્ય રીતે અમારી પાસેથી જગ્યા પડાવી લીધી: કુલપતિ

રાજકોટ 25 જુલાઈ 2024 : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરી રજૂઆત કરવામાં આવી હતી. તેઓની રજૂઆત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વિશાળ વટ વૃક્ષ તરીકે ઉભી છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના ખરાબ ઇરાદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન જે તે બિલ્ડરને ખોટી રીતે ફાળવીને સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્ય વિધાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યું છે. એટલે અયોગ્ય રીતે પડાવેલી જમીન યુનિવર્સિટીને યોગ્ય રીતે પાછી આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
યુનિ. ને જાણ કર્યા વગર બારોબાર વેચી દેવાઇ
NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની મંજૂરી અને અમલી ટાઉનશીપ પ્લાનિંગ સ્કીમ નંબર 16 (રૈયા) માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માલિકીની અને કબજાની જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કર્યા વગર જ બારોબાર જ વેચી નાખવામાં આવી છે. જો આ પ્લોટની ફાળવણી કરવી હોય તો તે નિયમ અનુસાર કલેક્ટર તંત્ર દ્વારા યુનિવર્સિટીની જાણ કરવામાં આવે તેમજ મહાનગરપાલિકા દ્વારા પણ જાણ કરવામાં આવે ત્યારબાદ સ્થળની તપાસ યોગ્ય કરી તેનું પંચનામુ કરવામાં આવે અને ત્યારબાદ જો યુનિવર્સિટીના સત્તાધીશો આ બાબતે સહમત હોય તો જ આપ પ્લોટ ફાળવણીની કાર્યવાહી આગળ થઈ શકે.
આ જગ્યા અયોગ્ય રીતે અમારી પાસેથી પડાવેલી છે
સુત્રો પ્રમાણે પ્રાપ્ત માહીતી મુજબ આ જમીન ખોટી રીતે વેચી ભ્રષ્ટાચાર કરીને ફાળવણી કરવામાં આવેલી છે. જે બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરએ મહાનગરપાલિકાને 2021, 2022 તથા 2023 અનેકવાર પત્ર વ્યવહાર કરીને તંત્રને જાણ અને રજૂઆત કરેલી છે કે આ જગ્યા અયોગ્ય રીતે અમારી પાસેથી પડાવેલી છે, પણ મહાનગરપાલિકા દ્વારા એક પણ પત્રનો જવાબ આપવામાં આવ્યો નથી. જે બાબતે આપ શ્રીને નમ્ર અપીલ છે કરીએ છીએ કે આ યુનિ. ભણતા વિધાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે. આવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નામાંકિત યુનિવર્સિટીને અદ્યતન કરવાના જે પ્રયત્નો મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર માટે કર્યા છે તે સાંખી લેવામાં આવશે નહીં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન તેને પરત આપવામાં આવે
ન્યાયની માંગણી કરતા NSUI એ કહ્યું કે આ જમીન પર કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર જે ભાજપના પદાધિકાર તેમજ મહાનગર પાલિકાના અધિકારી સંડોવાયેલા છે તેના પર પગલાં લેવામાં આવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન તેને પરત આપવામાં આવે. અન્યથા આવનારા દિવસોમાં NSUI દ્વારા સૌરાષ્ટ્ર વાપી આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ: વહેલી સવારથી ટેક્સી ચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર, ભૂખ હડતાળ પર પણ ઉતારવાની ચીમકી