કચ્છ - સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર : ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતને રડાવી રહી છે

Text To Speech

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી આજે ભાવનગરના ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખેડૂત પોતાના ડુંગળીના પાકને ખેતરમાં જ રાખવા મજબૂર બન્યો છે. હજારો રૂપિયાનો ખર્ચ અને રાત દિવસની મહેનત બાદ પણ જ્યારે ખેડૂતને પોતાની પડતર કિંમત જેટલો પણ ભાવ ન મળે ત્યારે ખેતીપ્રધાન દેશ તરીકેનું ગર્વ ખેડૂત કઈ રીતે લઈ શકે.

આ પણ વાંચો : મહેસાણાની દૂધસાગર ડેરીની નવી પહેલ, ખેડૂતોને હવે ઘર બેઠા મળશે આ સુવિધા
ડુંગળી - Humdekhengenewsભાવનગરના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે હાલ ડુંગળીનો ભાવ તેમને તેમની પડતર કિંમત કરતાં પણ ઓછો મળે છે. હાલ તેમણે મણ દીઠ 100 થી 120 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે જ્યારે તેમણે પડતર ભાવ 220 જેટલો ખર્ચ આવે છે. કોરોના મહામારી અને રશિયા યુક્રેન યુદ્ધના લીધે ખાતર, બિયારણ, ડીઝલ બધાનો ભાવ પાછલા વર્ષોમાં ઘણો વધ્યો છે. ખેડૂત પોતાનો એક પાક તૈયાર કરવામાં ઘણી મહેનત કરતો હોય છે ત્યારે ભાવનગરના ખેડૂતો સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે તેમણે ડુંગળીનો પૂરતો ભાવ મળે.

આ પણ વાંચો : કપાસના ભાવ નીચે જતા ખેડૂતોમાં રોષ, કપાસને સળગાવી દેવાની ચીમકી ઉચ્ચારી
ડુંગળી - Humdekhengenewsઉલ્લેખનીય છે કે ડુંગળીનો સંગ્રહ વધુ ન કરી શકાતો હોવાથી પાક તૈયાર થયા બાદ તેને આપી દેવામાં આવે છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમણે પૂરતો ભાવ જલ્દીથી મળે તો તેમનું નુકસાન ન થાય, અને ગુજરાત સરકાર જલ્દીથી આના માટે ભાવ નક્કી કરી ન્યાય આપે.

Back to top button