કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાત

રાજ્યમાં આજથી ફરી મેઘાનું જોર વધશે : સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી

Text To Speech

ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદે ગણતરીના દિવસોમાં તોફાની બેટિંગ કરીને રાજ્યને તરબોળ કરી દીધું છે ત્યારે ફરી એકવાર રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદના લીધે ડેમોમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે, જેમાં સરદાર સરોવર નર્મદા ડેમની ક્ષમતા સામે 80% ભરાઈ ગયો છે. માત્ર ઉત્તર ગુજરાતના ડેમોની સ્થિતિ સામાન્ય ચિંતાજનક છે.

પ્રતિકારત્મક તસ્વીર
પ્રતિકારત્મક તસ્વીર

રાજ્યમાં સીઝનનો 74% કરતા વધુ વરસાદ
રાજ્યમાં સિઝનનો 74% કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધારે 121.65 ટકા વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 62.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.45, સૌરાષ્ટ્રમાં 67.52 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 86.27 ટકા વરસાદ પડ્યો છે. દરમ્યાન આગામી દિવસોમાં પણ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજથી ફરી વરસાદનું જોર વધવાની સંભાવના. આજે પણ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી છે. આજના દિવસે રાજ્યના અરવલ્લી, મહિસાગર, નવસારી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છ તથા દીવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં ચાલુ અઠવાડિયાના અંતમાં અને આગામી અઠવાડિયાની શરુઆતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

7 ઓગસ્ટે 5 જિલ્લામાં, 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 7 અને 8 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 ઓગસ્ટે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 8 ઓગસ્ટે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પ્રતિકારત્મક તસ્વીર
પ્રતિકારત્મક તસ્વીર

રાજ્યમાં 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વઢવાણમાં 5 ઈંચ ખાબક્યો

સૌરાષ્ટ્ર સહીત ગુજરાતભરમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઇ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમ્યાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ પાડ્યો હતો. 60થી વધુ તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ પડયો હતો. આ સાથે ધ્રાંગધ્રામાં સવા 4 ઈંચ, બોટાદ અને ઉનામાં 4-4 ઈંચ, ગઢડામાં 3.5 ઈંચ વરસાદ, સુરત શહેરમાં 3 ઈંચ, મહુધામાં 3 ઈંચ, મહુવામાં 3 ઈંચ વરસાદ, લિંબડીમાં 2.5 ઈંચ, જોટાણામાં 2.5 ઈંચ વરસાદ, માતરમાં 2.5 ઈંચ, માંડલમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ સુરતમાં સવા 2 ઈંચ, ગીર ગઢડામાં સવા 2 ઈંચ વરસાદ અને સુબિરમાં સવા 2 ઈંચ, બેચરાજીમાં સવા 2 ઈંચ વરસાદ પાડ્યો હતો. દરમ્યાન આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં કાળાડીબાંગ વાદળો ઘેરાયેલા છે. આજે સવારે 2 કલાકમાં રાજકોટના જેતુપરમાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે ભાવનગરના ઉમરાળામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ થયો હતો.

Back to top button