ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

સાઉદી એરામ્કોની ભારતીય રિફાઇનરીમાં રોકાણ કરવા વિચારણા

Text To Speech

નવી દિલ્હી, 28 માર્ચ, 2025: સાઉદી એરામ્કો ભારતીય રિફાઇનરીમાં રોકાણ કરવા વિચારણા Saudi Aramco looks to invest in Indian refineries કરી રહી હોવાનું અને હાલમાં દેશની બે અગ્રણી રિફાઇનરીઓ સાથે વાટાઘાટ કરી રહી છે. વિશ્વની અગ્રણી ઓઇલ નિકાસકાર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઉભરતા બજારમાં તેના ક્રૂડ માટે સ્થિર આઉટલેટ શોધી રહી છે. એમ આ વાતથી વાકેફ ભારતીય સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ વપરાશકાર અને આયાતકાર ભારત, પશ્ચિમી કંપનીઓ સ્વચ્છ ઇંધણ તરફ વળે છે અને ક્રૂડ પ્રોસેસિંગ ક્ષમતા ઘટાડે છે, તેથી તે વૈશ્વિક રિફાઇનિંગ હબ બનવા માંગે છે. દરમિયાન, ભારતની ઓઇલ આયાતમાં સાઉદી અરેબિયાનો હિસ્સો ઘટ્યો છે કારણ કે રિફાઇનરી કંપનીઓએ તેમના પ્લાન્ટને અપગ્રેડ કરવા અને રશિયા જેવા સસ્તા વિકલ્પોનો ઉપયોગ કરવા માટે તેમના ક્રૂડ સ્ત્રોતોને વૈવિધ્યીકરણ કરવા માટે અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

જો કે આ બાબતે એરામ્કો, બીપીસીએલ અને ઓએનજીસીએ કોઈ ટિપ્પણી કરી નથી. બન્ને ભારતીય કંપનીઓ સરકારી માલિકીની છે. ઓએનજીસીની ગુજરાત રિફાઇનરી યોજના હજુ પ્રારંભિક તબક્કામાં છે.

આ પણ વાંચોઃ બજારની તેજી નહી રોકાય, ભારત વિદેશી નાગરિકોની રોકાણ મર્યાદા વધારશે

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button