ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્માને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચ્યો

Text To Speech

મંગળવારે અમદાવાદમાં BMW હિટ એન્ડ રનની ઘટના બની હતી. ઝાયડસ હૉસ્પિટલથી સિમ્સ હૉસ્પિટલ જવાના રસ્તા પર એક BMW કાર ચાલકે રસ્તામાં જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. જેમાં દંપતી ગંભીર રીતે ઘવાયા હતા. દંપતીને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને BMW કારચાલક ફરાર થઈ ગયો હતો. BMW કારમાંથી દારુની બોટલ પણ મળી આવી હતી. BMW કારમાંથી મળેલી પાસબુકમાંથી હિટ એન્ડ રન કરનાર કાર ચાલકનું નામ સત્યમ શર્મા જાણવા મળ્યુ હતું.

સત્યમ શર્મા સામે પ્રોહિબિશનનો પણ ગુનો નોંધાયેલો

અમદાવાદમાં BMW કાર હિટ એન્ડ રન કેસમાં સત્યમ શર્માની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાજસ્થાનથી પોલીસ ઉઠાવી લાવી છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી સત્યમને ઝડપી પાડ્યો છે. સત્યમ શર્મા સામે પ્રોહિબિશનનો પણ ગુનો નોંધાયેલો છે. તથા પુરપાટ ઝડપે ગાડી ચલાવી દંપત્તિને અડફેટે લીધું હતું.

પિતાની પૂછપરછ કરતા તેઓ કઈ ખબર નહીં હોવાનું રટણ કરતા

આરોપી સત્યમ શર્મા અંગે ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જેમાં સત્યમ શર્મા સામે અગાઉ મારામારી સહિતના કેસમાં 2 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેની ફોર્ચ્યુનર કારમાંથી પણ હથિયાર મળી આવતા પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત સર્જ્યા બાદ ફરાર સત્યમ શર્માની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તેના પિતાની પૂછપરછ કરતા તેઓ કઈ ખબર નહીં હોવાનું રટણ કરી રહ્યા હતા.

Back to top button