ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

OpenAIમાંથી હકાલપટ્ટી બાદ સેમ ઓલ્ટમેન અંગે સત્યા નડેલાની મોટી જાહેરાત

  • OpenAIના ભૂતપૂર્વ CEO સેમ ઓલ્ટમેન અને પ્રમુખ ગ્રેગ બ્રોકમેન માઇક્રોસોફ્ટમાં જોડાયા
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એડવાન્સ રિસર્ચ ટીમનું પ્રતિનિધિત્વ કરશે : સત્યા નડેલા
  • ટ્વિચના સહસ્થાપક એમ્મેટ શીયરની OpenAIના નવા CEO તરીકે નિયુક્તિ

નવી દિલ્હી: માઇક્રોસોફ્ટના CEO સત્યા નડેલા દ્વારા સોમવારે OpenAIના ભૂતપૂર્વ CEO સેમ ઓલ્ટમેન અને ભૂતપૂર્વ પ્રમુખ ગ્રેગ બ્રોકમેનની માઇક્રોસોફ્ટમાં જોડાવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, “સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એડવાન્સ રિસર્ચ ટીમનું પ્રતિનિધિત્વ કરશે”. ઓલ્ટમેનને OpenAIમાંથી બરતરફ કર્યાના બે-ત્રણ દિવસમાં આ જાહેરાત કરવામાં આવી છે, જેની ઓલ્ટમેન દ્વારા અગાઉ માહિતી આપવામાં આવી હતી. તેમજ બીજી બાજુ ટ્વિચના સહસ્થાપક  એમ્મેટ શીયરની OpenAIના નવા CEO તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલાએ ટ્વિટર દ્વારા જાહેરાત કરતાં લખ્યું કે, “અમે OpenAI સાથેની અમારી ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ અને અમે અમારા પ્રોડક્ટ રોડમેપમાં વિશ્વાસ ધરાવીએ છીએ, અમે Microsoft Ignite પર જાહેર કરેલી દરેક વસ્તુમાં નવીનતા લાવવાની અને અમારા ગ્રાહકો તેમજ ભાગીદારોને સમર્થન આપવાનું ચાલુ રાખવાની અમે ક્ષમતા ધરાવીએ છીએ. અમે OpenAIના નવા CEO એમ્મેટ શીયર અને OpenAIની નવી નેતૃત્વ ટીમને જાણવા અને તેમની સાથે કામ કરવા આતુર છીએ અને અમે સમાચાર શેર કરવા માટે અત્યંત ઉત્સાહિત છીએ કે સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન બંને સાથે, નવી અદ્યતન AI સંશોધન ટીમનું નેતૃત્વ કરવા માટે Microsoft સાથે જોડાશે. અમે તેમને તેમના માટે જરૂરી સંસાધનો પ્રદાન કરવા માટે ઝડપથી આગળ વધવા આતુર છીએ”

 

નડેલાની આ પોસ્ટને સેમ ઓલ્ટમેન દ્વારા સંદેશ સાથે શેર કરવામાં આવી કે, “મિશન ચાલુ છે.”

 

નાડેલાએ વધુમાં કહ્યું કે, “હું આ નવા ગ્રુપના CEO સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું, સેમ, નવીનતા માટે નવી ગતિ સ્થાપિત કરે છે. GitHub, Mojang Studios અને LinkedIn સહિત Microsoftની અંદર સ્વતંત્ર ઓળખ અને સંસ્કૃતિ બનાવવા માટે સ્થાપકો અને સંશોધકોને જગ્યા કેવી રીતે આપવી તે વિશે અમે વર્ષોથી ઘણું શીખ્યા છીએ અને હું તમને(સેમ ઓલ્ટમેન અને ગ્રેગ બ્રોકમેન) તે જ કરાવવા માટે ઉત્સુક છું.

એમ્મેટ શીયર OpenAIના નવા CEO બન્યા

 

OpenAI દ્વારા તે દરમિયાન એમ્મેટ શીયરને તેના નવા CEO તરીકે આવકારવા માટે તૈયાર છે. એમ્મેટ શીયરને અગાઉ ટ્વિચનું નેતૃત્વ કર્યું હતું, તેણે CEO તરીકે ભૂમિકા સ્વીકારવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને લખ્યું હતું કે “મેં આ નોકરી લીધી કારણ કે હું માનું છું કે OpenAI હાલમાં અસ્તિત્વમાં છે તે સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે. જ્યારે બોર્ડે પરિસ્થિતિ શેર કરી અને મને ભૂમિકા લેવા માટે કહ્યું, ત્યારે મેં હળવાશથી નિર્ણય લીધો ન હતો. ત્યારબાદ આખરે હવે મને લાગ્યું કે મારી પાસે એક કંપની છે. જેની મદદ કરવાની ફરજ છે”

આ પણ જુઓ :ChatGPT બનાવનાર કંપની OpenAIમાં ઉથલપાથલ, CEO સેમ ઓલ્ટમેનની હકાલપટ્ટી

Back to top button