ટ્રેન્ડિંગધર્મ

શનિના ગોચરથી હવેના 7 મહિના આ રાશિને થશે ખૂબ જ ફાયદો

શનિ 15 માર્ચથી શતભિષા નક્ષત્રમાં ગોચર કરશે. વર્તમાનમાં શનિ હજુ પણ કુંભ રાશિમાં ચાલી રહ્યો છે. ત્યાં 5 માર્ચના રોજ શનિનો ઉદય થશે અને ફરી તે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. શનિને જ્યોતિષશાસ્ત્રમાં મંદગામી ગ્રહ પણ કહેવાય છે. આ જ કારણ છે કે તે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યાના સાત મહિના સુધી આ નક્ષત્રના પહેલા ચરણમાં સંચાર કરશે. આવા સંજોગોમાં શનિ 15 માર્ચથી 17 ઓક્ટોબર સુધી શતભિષા નક્ષત્રના પહેલા તબક્કામાં રહેશે, જેના સ્વામી ગુરૂ છે. શનિનું શતભિષા નક્ષત્રમાં ગોચર મેષ, મિથુન સહિત પાંચ રાશિઓ માટે લાભકારી રહેશે.

શનિના ગોચરથી હવેના 7 મહિના આ રાશિને થશે ખૂબ જ ફાયદો hum dekhenge news

શનિ ગોચરનો મેષ રાશિ પર પ્રભાવ

મેષ રાશિના જે લોકો પોતાનો બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ ગોચર લાભદાયક રહેશે. તમે કોઇ નવી યોજના પર પણ કામ શરૂ કરી શકો છો. આ અવધિમાં મેષ રાશિના વેપારીઓને લાભ થસે. શનિના ગોચરથી આ રાશિના લોકોને નોકરીમાં પણ આગળ વધવાના ચાન્સ મળશે.

શનિ ગોચરનો મિથુન રાશિ પર પ્રભાવ

શનિના શતભિષા નક્ષત્રમાં આવવાથી મિથુન રાશિના જાતકોને શનિ ઉત્તમ લાભ પ્રદાન કરશે. છેલ્લા અઢી વર્ષથી ઢૈય્યા દરમિયાન જે સંઘર્ષ કરવો પડ્યો છે તેનુ શુભ ફળ શનિ પ્રદાન કરશે. શનિ આ દરમિયાન મિથુન રાશિમાંથી નવમાં ભાવમાં રહેશે. વિદેશ યાત્રા અથવા લાંબી યાત્રા કરી શકે છે. યાત્રા સફળ અને ઉદ્દેશ્યપુર્ણ રહેશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઇચ્છે છે તેમને સફળતા મળશે.

શનિના ગોચરથી હવેના 7 મહિના આ રાશિને થશે ખૂબ જ ફાયદો hum dekhenge news

શનિ ગોચરનો સિંહ રાશિ પર પ્રભાવ

શનિનુ આ ગોચર સિંહ રાશિના જાતકોને કરિયરની બાબતમાં શુભ ફળ આપશે. આ સમયગાળામાં તમને સફળતા મળશે. જે નોકરિયાત લોકો ટ્રાન્સફર ઇચ્છે છે તેમને ટ્રાન્સફર મળી શકશે. નોકરીમાં સકારાત્મક પરિણામો મળશે. આર્થિક લાભ થશે. સારુ એવુ વળતર મળશે.

શનિ ગોચરનો તુલા રાશિ પર પ્રભાવ

શનિનુ ગોચર તુલા રાશિના લોકો માટે કરિયરની દ્રષ્ટિએ ખૂબ સારુ રહેશે. આ સમય તમને કરિયરમાં સુખદ અને અનુકુળ પરિણામો આપશે. આ રાશિના જે જાતક ખુદનું કોઇ કામ કરતા હશે તેને ધનલાભ થઇ શકશે. લાભ માટે કોઇ ખોટા કામનો સહારો ન લેતા. શનિ ન્યાયનો દેવતા કહેવાય છે તેથી ખોટી રીતે કરેલા કામમાં લાભ નહીં મળે, પરંતુ મોટુ નુકશાન થઇ શકે છે. મહેનતનું ફળ મળશે.

શનિના ગોચરથી હવેના 7 મહિના આ રાશિને થશે ખૂબ જ ફાયદો hum dekhenge news

શનિ ગોચરનો ધન રાશિ પર પ્રભાવ

ધન રાશિના લોકોને શનિનુ શતભિષા નક્ષત્રમાં ગોચર સફળતા અપાવશે. આ સમયગાળામાં તમને સારો એવો લાભ મળવાની શક્યતાઓ છે. આ રાશિના જે લોકો આ સમયે નવી નોકરીની શોધમાં હશે તેમને ગમતી નોકરી મળશે. વેપારીઓ માટે આ સમય સારો સાબિત થશે. નોકરિયાતોને પ્રમોશન મળી શકશે. આવકમાં વૃદ્ધિ થશે.

આ પણ વાંચોઃ કિંગખાનની પત્ની વિરુદ્ધ FIR ! જાણો કેમ થઈ ફરિયાદ અને છે શું મામલો

Back to top button