ટ્રેન્ડિંગધર્મ

શનિની ચાલથી ત્રણ રાશિઓ પર ધનવર્ષાના સંકેત, 15 નવેમ્બર સુધી ગોલ્ડન ટાઈમ

Text To Speech
  • વક્રી શનિના શશ રાજયોગનો પ્રભાવ કેટલીક રાશિઓ પર અત્યંત શુભ પડશે અને કેટલીક રાશિને તેના નકારાત્મક પરિણામો મળશે. જાણો શનિની વક્રી ચાલથી બનેલો દુર્લભ રાજયોગ કઈ રાશિઓને શુભ ફળ આપશે?

જ્યોતિષશાસ્ત્રમાં શનિની સ્થિતિ ખૂબ મહત્ત્વની છે. તે અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. હાલમાં તે કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. શનિના 30 વર્ષ બાદ તે પોતાની મૂળત્રિકોણ રાશિ કુંભમાં ઉલ્ટી ચાલ ચાલવાના કારણે શશ નામના રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. શનિ કુંભ રાશિમાં 15 નવેમ્બર 2024 સુધી વક્રી રહેશે. વક્રી શનિના શશ રાજયોગનો પ્રભાવ કેટલીક રાશિઓ પર અત્યંત શુભ પડશે અને કેટલીક રાશિને તેના નકારાત્મક પરિણામો મળશે. જાણો વક્રી શનિથી બનેલો દુર્લભ રાજયોગ કઈ રાશિઓને શુભ ફળ આપશે. શનિની ચાલથી કઈ ત્રણ રાશિઓ પર ધનવર્ષાના સંકેત મળી રહ્યા છે?

ક્યારે બને છે શશ રાજયોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ તેની સ્વરાશિ કુંભ કે મકરમાં હોય અને પોતાની ઉચ્ચ રાશિ તુલામાં થઈને જન્મકુંડળીના કેન્દ્ર ભાવમાં સ્થિત હોય ત્યારે શશ રાજયોગનું નિર્માણ થાય છે.

વક્રી શનિ આ રાશિઓ માટે લાભકારી

શનિની ચાલથી ત્રણ રાશિઓ પર ધન વર્ષાના સંકેત, 15 નવેમ્બર સુધી ગોલ્ડન ટાઈમ hum dekhenge news

વૃષભ રાશિ

શુક્ર વૃષભ રાશિના સ્વામી છે. શુક્ર-શનિ વચ્ચે મિત્રતાનો ભાવ છે. આવા સંજોગોમાં શનિની વક્રી સ્થિતિ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી રહેશે. આ સમયગાળામાં તમારા અધુરા કામ પૂરા થશે. નોકરિયાત જાતકોને લાભ થશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લગ્ન ભાવમાં વક્રી શનિએ શશ રાજયોગ બનાવ્યો છે. શનિના પ્રભાવથી તમને આર્થિક પરેશાનીઓમાંથી છુટકારો મળશે. ભાગ્યવશ તમારા કેટલાક કામ પૂરા થશે. આવકના નવા માર્ગ ખુલશે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે. તમે તમારી મહેનતથી આરામદાયક સ્થિતિમાં પહોંચશો. જો તમે કોઈ વ્યવસાય કરી રહ્યા હો તો ખૂબ નફો મેળવશો.

વૃશ્ચિક રાશિ

વક્રી શનિ વૃશ્ચિક રાશિના લોકોને આર્થિક, શારીરિક અને માનસિક પરેશાનીઓમાંથી છૂટકારો અપાવશે. આ સમય તમારા માટે દરેક દ્રષ્ટિકોણથી શુભ રહેશે. શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરિયાત લોકોને સારો નફો મળશે. કેટલાક જુના રોકાણોમાંથી તમને સારું એવું રિટર્ન મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે.

આ પણ વાંચોઃ માયાવી ગ્રહ કેતુની 63 દિવસ સુધી 3 રાશિઓ પર શુભ દ્રષ્ટિ, ખુશીઓ મળશે

Back to top button