ત્રણ મહિના બાદ શનિનો શતભિષા નક્ષત્રમાં પ્રવેશ, જાણો કોનું ભાગ્ય ચમકશે?
- 3 ઓક્ટોબર 2024ના રોજ ગુરુવારના દિવસે શનિદેવ બપોરે 12.10 વાગ્યે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની શુભ-અશુભ અસર 12 રાશિઓ પર પડશે
જ્યોતિષમાં શનિની ચાલ બદલવાની ઘટના અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ જ્યારે પણ રાશિ-નક્ષત્ર બદલે છે કે ઉલ્ટી ચાલ ચાલે છે તો તેની જનમાનસ પર ઊંડી છાપ પડે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે અને 15 ડિસેમ્બર સુધી વક્રી જ રહેશે આ સાથે ઓક્ટોબર મહિનામાં શનિ નક્ષત્ર પરિવર્તન પણ કરશે. 3 ઓક્ટોબર 2024ના રોજ ગુરુવારના દિવસે શનિદેવ બપોરે 12.10 વાગ્યે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની શુભ-અશુભ અસર 12 રાશિઓ પર પડશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ ઓક્ટોબરમાં શનિનું નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થશે. જાણો એ રાશિઓ કઈ છે?
મેષ રાશિ
શનિનું નક્ષત્ર પરિવર્તન સૌથી વધુ અસર મેષ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. આ દરમિયાન તમે તમારા તમામ કાર્યો કોઈ પણ વિધ્ન વગર સંપન્ન કરી શકશો. લાંબા સમયથી અટકેલા નાણા પાછા મળશે. મન પ્રસન્ન રહેશે અને તણાવથી મુક્તિ મળશે. તમારું આરોગ્ય પણ સુધરશે. ધર્મ-કર્મના કામમાં મન લાગશે. તમે આધ્યાત્મિક બની શકશો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં અનેક સકારાત્મક બદલાવ જોવા મળશે. સફળતા તમારા કદમ ચૂમશે. તમે સફળતાની સીડીઓ ચઢી શકશો. આરોગ્ય સુધરશે. જીવનની સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
વૃષભ રાશિ
શનિના શતભિષા નક્ષત્રમાં જવાથી વૃષભ રાશિના સારા દિવસો શરૂ થશે. નોકરિયાત લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે. વિદેશ યાત્રાના યોગ બનશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. કરિયરમાં સકારાત્મક પરિવર્તન આવશે. ધન આગમનના નવા માર્ગ ખુલશે. દેવામાંથી મુક્તિ મળશે. આર્થિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. વેપારમાં વધારો થશે અને અનેક સારી તકો મળશે. વૈવાહિક જીવનની તકલીફોનો અંત આવશે.
ધન રાશિ
શનિના નક્ષત્ર પરિવર્તનથી ધન રાશિના લોકોને જબરજસ્ત લાભ થશે, નોકરિયાત લોકોને પ્રમોશન કે અપ્રેઝલનો મોકો મળી શકે છે. વેપાર વધશે. લાંબા સમયથી ચાલી આવતી પરેશાની દૂર થશે. આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. લવ લાઈફમાં રોમાંચ વધશે. ઘરમાં ખુશીઓ આવશે. અનેક સોર્સથી પૈસા આવશે. નોકરિયાત લોકોના પ્રમોશનના ચાન્સ વધશે.
આ પણ વાંચોઃ મંગળને મળ્યો ગુરુનો સાથ, આવનારા 45 દિવસ આ રાશિઓને ચાંદી