શનિની વક્ર દ્રષ્ટિ હવે પછીના 10 મહિના આ રાશિઓ પર રહેશે, કેવી રીતે બચશો?
- શનિની વક્ર દ્રષ્ટિ આવનારા મહિનાઓમાં કઈ રાશિઓ પર રહેશે તે જાણીએ. શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે પણ કેટલાક ઉપાય કરવા પણ જરૂરી છે. શનિની ચાલથી કરિયર, આર્થિક અને લવ લાઈફમાં ચઢાવ-ઉતારનો સામનો કરવો પડતો હોય છે.
શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે, તે હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે. 2023માં શનિએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જે આવનારા મહિનામાં પણ આ જ રાશિમાં રહેશે. માર્ચથી લઈને ડિસેમ્બર સુધી શનિ કુંભ રાશિમાં જ ગોચર કરશે. શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં વિરાજમાન રહેવાથી કેટલીક રાશિઓ માટે સારો સમય રહેશે, તો કેટલીક રાશિઓને શનિની ચાલ તકલીફ આપી શકે છે. શનિ હાલમાં અસ્ત અવસ્થામાં છે, પરંતુ તે ખૂબ જલ્દી ઉદિત થશે. આવનારા મહિનાઓમાં કઈ રાશિઓ પર શનિની વક્ર દ્રષ્ટિ રહેશે તે જાણીએ. શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે પણ કેટલાક ઉપાય કરવા પણ જરૂરી છે.
શનિની વક્ર દ્રષ્ટિ કોની પર?
શનિદેવ કુંભ રાશિમાં વિરાજમાન રહેવાથી કુંભ રાશિ, મકર રાશિ અને મીન રાશિ પર શનિની સાડા સાતીનો પ્રભાવ રહેશે. શનિની ઢૈયા વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિ પર રહેશે. આવનારા 10 મહિના આ પાંચ રાશિઓને શનિની ચાલ પરેશાન કરી શકે છે. લાઈફમાં પ્રોબલેમ્સ આવી શકે છે. શનિની ચાલથી કરિયર, આર્થિક અને લવ લાઈફમાં ચઢાવ-ઉતારનો સામનો કરવો પડશે. કેટલાક ઉપાયોની મદદથી શનિદેવના ખરાબ પ્રભાવોને ઘટાડી શકાય છે.
શનિની સાડા સાતી અને ઢૈયાના ઉપાય
શનિની સાડા સાતી અને ઢૈયાના પ્રભાવને ઘટાડવા માટે શનિવારે કાળા તલનું દાન કરો. દર શનિવારે હનુમાનજીની ઉપાસના કરો. શિવજીની પૂજા કરવાથી શનિનો પ્રકોપ પણ સતાવે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શનિવારના દિવસે અડદની દાળ, સરસવનું તેલ અને કાળા રંગના વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે પીપળાના ઝાડની અને શમીના ઝાડની પૂજા કરવાથી પણ લાભ થાય છે.
આ પણ વાંચોઃ હોળી નિમિત્તે રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો, બુકિંગ શરુ, જૂઓ લિસ્ટ