શનિ માર્ગી થયા બાદ કેટલીક રાશિઓને આપશે શુભ ફળ, જાણો ક્યારે ચાલશે સીધી ચાલ?
- લગભગ પાંચ મહિના બાદ શનિના માર્ગી થવાથી કર્મફળદાતા કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ પાડશે. જાણો શનિદેવની સીધી ચાલ કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે?
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં શનિ વક્રી કે માર્ગી થવાની ઘટના અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેનો શુભ-અશુભ પ્રભાવ 12 રાશિઓ પર પડે છે. શનિદેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આ વર્ષે શનિદેવ આખું વર્ષ કુંભ રાશિમાં જ રહેશે 30 જૂનના રોજ શનિ કુંભ રાશિમાં વક્રી થઈ ચૂક્યો છે. લગભગ 138 દિવસ બાદ 15 નવેમ્બર 2024ના રોજ રાતે તે કુંભ રાશિમાં માર્ગી થશે. લગભગ પાંચ મહિના બાદ શનિના માર્ગી થવાથી કર્મફળદાતા કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ પાડશે. જાણો શનિદેવની સીધી ચાલ કઈ રાશિના જાતકોને ફાયદો કરાવશે?
વૃષભ (બ,વ,ઉ)
કુંભ રાશિમાં શનિ માર્ગી થઈને વૃષભ રાશિના લોકોની સુતેલી કિસ્મતને જગાડશે. આ દરમિયાન તમને કરિયર અને બિઝનેસમાં ખૂબ ફાયદો થશે. વેપારમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમારા તમામ સપના સાકાર થશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. તમે કરિયરમાં સફળતાની સીડીઓ ચઢશો. ધન-સંપતિમાં વૃદ્ધિ થશે. હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળશે. માનસિક તાણથી રાહત મળશે. મન શાંત રહેશે. દરેક કાર્યમાં ઈચ્છિત પરિણામ મળશે.
મિથુન (ક,છ,ઘ)
શનિની સીધી ચાલથી મિથુન રાશિના લોકોને ખૂબ લાભ થશે. જીવનમાં અનેક સકારાત્મક પરિણામ જોવા મળશે. સંતાન પક્ષ પાસેથી શુભ સમાચાર મળશે. શનિદેવની કૃપાથી તમારા કાર્યો શુભ થશે. જીવનના તમામ કષ્ટમાંથી છૂટકારો મળશે. નવી નોકરીની ઓફર આવશે અને આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કરિયરમાં આવી રહેલી બાધાઓ દૂર થશે. રોકાયેલા કાર્યો આગળ ચાલશે. સફળતાનો રસ્તો સરળ બનશે.
કુંભ (ગ,સ,શ,ષ)
માર્ગી શનિ કુંભ રાશિના જીવનમાં ખુશીઓ લાવશે. નોકરી-વ્યવસાયમાં આવી રહેલી તકલીફો ખતમ થશે. કરિયરમાં નવી સફળતાઓ મળશે. સમાજમાં ખૂબ માન-સન્માન મળશે. સંબંધોની કડવાશ દૂર થશે. માતા-પિતાનો ભરપૂર સપોર્ટ મળશે આવકના નવા સ્ત્રોતોમાંથી ધનલાભ થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. પ્રોપર્ટીને લઈને ચાલી રહેલા વિવાદો ઉકલશે. મન પ્રસન્ન રહેશે. જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની નહીં રહે. આનંદદાયક જીવન પસાર કરી શકશો. નોકરિયાત લોકોના પ્રમોશનના ચાન્સ વધશે.
આ પણ વાંચોઃ શુક્રના અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશથી આ રાશિઓ પર થશે ધન વર્ષા, તિજોરી ભરેલી રહેશે