2025માં શનિ ગોચર કુંભથી મીન રાશિમાંઃ વૃશ્ચિક સહિત બે રાશિને થશે લાભ


- નવા વર્ષ 2025માં કર્મનો દાતા શનિ મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિનો સ્વામી ગુરુ છે. શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે મેષ રાશિમાં શનિની સાડા સાતી શરૂ થશે
HD ન્યુઝ ડેસ્કઃ ટૂંક સમયમાં વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. 2025માં ઘણા મોટા ગ્રહો પોતાની ચાલ બદલીને હલચલ મચાવશે. શનિદેવે 2024માં રાશિ પરિવર્તન કર્યું નથી. હવે આવતા વર્ષમાં શનિ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે. નવા વર્ષ 2025માં કર્મનો દાતા શનિ મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિનો સ્વામી ગુરુ છે. શનિના મીન રાશિમાં પ્રવેશ સાથે મેષ રાશિમાં શનિની સાડા સાતી શરૂ થશે. શનિ વર્ષ 2025 દરમિયાન મીન રાશિમાં ગોચર કરશે. શનિનું આ ગોચર કેટલીક રાશિઓને શુભ પરિણામ આપી શકે છે. જાણો શનિ જ્યારે મીન રાશિમાં ગોચર કરશે ત્યારે કઈ રાશિ પર તેની શુભ અસર જોવા મળશે.
આ રાશિઓ માટે શનિનું ગોચર ફળદાયી
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy
વૃશ્ચિક (ન,ય)
2025માં શનિનું ગોચર વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જીવનની મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. નવી તકો મળી શકે છે. તમારો સંઘર્ષ તમારા કરિયરમાં સારું ફળ આપશે. પ્રમોશનના ચાન્સ પણ છે. તમારે જંક ફૂડથી દૂર રહેવું જોઈએ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. તમે કોઈ પ્રવાસ પર પણ જઈ શકો છો.
આ પણ વાંચોઃ બુધની વૃશ્ચિક રાશિમાં ઉલટી ચાલ, તમામને અસર, પરંતુ ચમકશે ત્રણ રાશિનું ભાગ્ય
કર્ક (ડ,હ)
મીન રાશિમાં શનિનું ગોચર કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવનારા વર્ષમાં તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. કેટલાક લોકો પ્રોપર્ટી પણ ખરીદી શકે છે. નોકરી કરતા લોકોને નવા ટાસ્ક મળશે. નાની-નાની મુશ્કેલીઓને તમે સરળતાથી પાર કરી શકશો. લવ લાઈફમાં પણ રોમાન્સ જળવાઈ રહેશે.
મકર (ખ,જ)
મકર રાશિના લોકો માટે શનિનું ગોચર શુભ સાબિત થઈ શકે છે. તમને તમારા મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. બિઝનેસમેનોને નવો બિઝનેસ શરૂ કરવા માટે સારી ડીલ મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. સાથે જ તમને ધાર્મિક કાર્યોમાં પણ રસ પડશે.
આ પણ વાંચોઃ કારતક માસની અમાસ ક્યારે? શું હોય છે તેનું મહત્ત્વ?