શનિ-સૂર્ય મળીને આ રાશિઓની લાઈફમાં મચાવશે હલચલ, જાણો કોના માટે શુભ?
- શનિ-સૂર્ય મળીને સમસપ્તક યોગનું નિર્માણ કરશે. સૂર્ય અને શનિના પ્રભાવથી બનેલો સમસપ્તક યોગ ત્રણેય રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે
HD ન્યુઝ ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં શનિને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. શનિ હાલમાં તેની મૂળત્રિકોણ રાશિ કુંભમાં ગોચર કરી રહ્યો છે. ઓગસ્ટમાં સૂર્ય સહિત અનેક ગ્રહોનું ગોચર થશે. સૂર્ય 16 ઓગસ્ટે સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 16 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. શનિ અને કુંભ બંને પોતાની રાશિના સાતમા ભાવમાં રહેશે અને એકબીજા પર દ્રષ્ટિ કરશે. શનિ-સૂર્ય મળીને સમસપ્તક યોગનું નિર્માણ કરશે. સૂર્ય અને શનિના પ્રભાવથી બનેલો સમસપ્તક યોગ ત્રણેય રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
સૂર્ય-શનિ સાથે મળીને વૃષભ રાશિના લોકોનું કલ્યાણ કરશે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સાથે તમને પ્રમોશન મળવાની શક્યતાઓ છે. તમને વડીલોના આશીર્વાદ મળશે. વેપારીઓ માટે આ સમયગાળો લાભદાયક રહેશે. તમારાં માન-સન્માનમાં વધારો થશે.
મકર રાશિ (ખ.જ.)
સૂર્ય-શનિ મળીને મકર રાશિના લોકો માટે શુભ પરિણામ લાવશે. તમારું બેંક બેલેન્સ વધશે. નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. લોકો તમારા સ્વભાવ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે.
કુંભ રાશિ (ગ.શ.સ.)
શનિ કુંભ રાશિમાં જ ગોચર કરી રહ્યો છે. સૂર્ય અને શનિ દ્વારા બનેલો સમસપ્તક યોગ તમારા માટે કોઈ વરદાનથી ઓછો નહીં હોય. આ સમયગાળા દરમિયાન તમારી સંપત્તિમાં વધારો થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. વિવાહિત જીવન સુખદ રહેશે.
કુંભ અને મકર રાશિના સ્વામી છે શનિ
શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. એવું કહેવાય છે કે શનિદેવ આ બે રાશિના લોકોને ભાગ્યે જ પરેશાન કરે છે. શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન શનિદેવ અન્ય રાશિઓની સરખામણીમાં કુંભ અને મકર રાશિના લોકોને ઓછા અશુભ પરિણામ આપે છે.
આ પણ વાંચોઃ 297 દિવસ બાદ કન્યા રાશિમાં શુક્ર-કેતુ, 25 ઓગસ્ટથી આ લોકોને લાભ