ભારતમાં 18 વર્ષ બાદ જોવા મળ્યું શનિ ચંદ્રગ્રહણ, દિલ્હી-કોલકાતામાંથી સામે આવી અદભૂત તસવીરો
નવી દિલ્હી, 25 જુલાઈ : બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ ભારતના ઘણા ભાગોમાં શનિ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ અદ્ભુત નજારો 18 વર્ષ પછી જોવા મળ્યો. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી શનિ ચંદ્રગ્રહણની અદભૂત તસવીરો સામે આવી છે. વિજ્ઞાનીઓએ આ ખગોળીય ઘટનાને શનિની લુનર ઓક્યુલ્ટેશન ગણાવી છે. અગાઉ માર્ચમાં ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું.
#WATCH | Delhi: Shani Chandra Grahan, also known as the Lunar Occultation of Saturn, was observed in several parts of the country on the night of July 24-25.
(Visuals from India Gate) pic.twitter.com/CGOM8IF6fV
— ANI (@ANI) July 24, 2024
આ પણ વાંચો : પેરિસ ઓલિમ્પિકમાં ભારત પાસે સુવર્ણ તક, આજ સુધી કોઈએ નથી કર્યું એ હવે થશે!
રાત્રે 1.30 વાગ્યે શરૂ થયું શનિ ચંદ્રગ્રહણ
શનિ ચંદ્રગ્રહણ 24 જુલાઈની મધ્યરાત્રિએ 1.30 વાગ્યે શરૂ થયું હતું. 45 મિનિટ પછી એટલે કે 2:25 વાગ્યે, શનિ ચંદ્રની પાછળથી નીકળતો જોવા મળ્યો. વૈજ્ઞાનિકોના મતે, શનિચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર શનિને તેના આવરણ હેઠળ છુપાવે છે. શનિ ચંદ્રની પાછળ છુપાયેલો હોવાથી ચંદ્રની બાજુમાંથી શનિના વલયો દેખાય છે. સામાન્ય રીતે સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ થાય છે, પરંતુ આવી દુર્લભ ખગોળીય ઘટનાઓ દર થોડા વર્ષે જ જોવા મળે છે.
#WATCH | Kolkata, West Bengal: Shani Chandra Grahan, also known as the Lunar Occultation of Saturn, was observed in several parts of the country on the night of July 24-25.
(Visuals from Garfa area) pic.twitter.com/FvLzn5g2hN
— ANI (@ANI) July 24, 2024
શ્રીલંકા, ચીન અને મ્યાનમારમાં પણ જોવા મળ્યું
ભારત ઉપરાંત પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને ચીનમાં પણ શનિ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ દેશોમાં તેને જોવાનો સમય ભારત કરતાં અલગ હતો. શનિ ચંદ્રગ્રહણનું કારણ એ છે કે જ્યારે બંને ગ્રહો પોતાની ગતિએ આગળ વધીને પોતાનો માર્ગ બદલી નાખે છે, ત્યારે શનિ ચંદ્રની પાછળથી નીકળતો દેખાય છે. આમાં શનિના વલયો સૌથી પહેલા દેખાય છે.
આ પણ વાંચો : 24 દિવસ સુધી 3 રાશિઓની જીંદગી રાજા સમાન, શરૂ થશે ગોલ્ડન ટાઈમ