બરોડા ડેરીના વિવાદનો આખરે અંત, પ્રમુખ તરીકે સતીષ પટેલ, ઉપપ્રમુખ તરીકે જી. બી. સોલંકીની વરણી
બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો છે.બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતીશ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીની નિયુક્તિ કરાઈ છે. આગામી ટર્મ સુધી બંનેના હાથમાં બરોડા ડેરીનું સુકાન રહેશે.
બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
જાણકારી મુજબ બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામા આવી છે. જેમા પ્રમુખ તરીકે સતીશ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીની નિયુક્ત કરવામા આવ્યા છે.બંને હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઈ છે. ત્યારે પ્રમુખ-ઉપપ્રમુખની વરણીથી લાંબા સમયથી ચાલતા બરોડા ડેરીના વિવાદનો અંત આવ્યો છે.
લાંબા સમયથી ચાલતા વિવાદનો આવ્યો અંત
અત્રે ઉલ્લેખનીય છે કે બરોડા ડેરીના ચૂંટણી વિવાદને સુલજવા માટે પક્ષે વડોદરા શહેર ભાજપ પ્રભારી ગોરધન ઝડફિયાને વિશેષ જવાબદારી સોંપી હતી. ગોરધન ઝડફિયાએ વિશેષ જવાબદારી સુપેરે નીભાવી સમગ્ર વિવાદનો અંત લાવ્યા છે.
આ પણ વાંચો : ગુરુ પૂર્ણિમાના દિવસે દુઃખદ ઘટના : રાજકોટમાં 15 વર્ષના છાત્રનું હાર્ટ એટેક આવતા મોત