સતીષ કૌશિકને અપાયું હતું ઝેર ? આરોપો પર ફાર્મ હાઉસ માલિકે તોડી ચુપકી
અભિનેતા સતીષ કૌશિકના મોતને લઈ ફાર્મ હાઉસના માલિક અને અભિનેતાના મિત્ર વિકાસ માલુ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. વિકાસ માલુને તેની જ પત્નીએ સતીષ કૌશિકના મોત માટે જવાબદાર ગણાવ્યો. આ બાબતે પહેલીવાર ફાર્મ હાઉસના માલિક અને સતીષ કૌશિકના મિત્ર વિકાસ માલુએ ચુપકી તોડી છે.
Saanvi Malu has given complaint to Delhi CP that Vikas Malu has killed Satish Kaushik. All this has happened for 15 crores.
Vikas Malu has got contacts with the #Daud_Ibhraim and is involved in #antinational activities pic.twitter.com/QVhpOFcQM1
— Sandeep Panwar (@tweet_sandeep) March 12, 2023
વિકાસ માલુની પત્નીનો દાવો છે કે તેના પતિએ 15 કરોડ રૂપિયાના વિવાદને લઈને સતીષ કૌશિકની હત્યા કરી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે થોડા વર્ષો પહેલા તેના પતિએ સતીષ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ તેની પાસે તેને પરત કરવા માટે પૈસા નહોતા. આ વિવાદના કારણે તેણે આ હત્યાને અંજામ આપ્યો છે. વિકાસ માલુએ પોતાની પત્નીના આરોપો પર મૌન તોડ્યું છે. ફાર્મહાઉસમાં યોજાયેલી પાર્ટીના સતીષ કૌશિકના ડાન્સનો વીડિયો પણ શેર કર્યો હતો.
View this post on Instagram
સતીષ કૌશિકના મિત્ર અને બિઝનેસમેન વિકાસ માલૂએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેતા ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે, તેની સાથે બિઝનેસમેન વિકાસ માલૂ અને અન્ય લોકો પણ છે. જણાવી દઈએ કે આ વીડિયો દિલ્હીમાં યોજાયેલી હોળી પાર્ટીનો છે. આ પાર્ટી દરમિયાન સતીષ કૌશિકની તબિયત લથડી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં અભિનેતાનું મોત થઈ ગયું.
Saanvi Malu allegation on her husband & Kuber Group Director Vikas Malu on Satish Kaushik Death
Saanvi has given complaint to Delhi CP that Vikas Malu has killed Satish Kaushik. All this has happened for 15 15 crores. pic.twitter.com/03UcrYbFvk— Sandeep Panwar (@tweet_sandeep) March 12, 2023
બીજી તરફ, વિકાસ માલુએ તેની પત્નીના આરોપોનો જવાબ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મારા સતીષશજી સાથે છેલ્લા 30 વર્ષથી પારિવારિક સંબંધો છે અને મારા પર કાદવ ઉછાળવામાં આ દુનિયાને થોડી મિનિટો પણ નથી લાગી. આ ઉજવણી પછી જે દુર્ઘટના બની તે હું સહન કરી શકતો નથી. હું મીડિયાને વિનંતી કરવા માંગુ છું કે દરેકની ભાવનાઓનું સન્માન કરે. હું હંમેશા સતીષજીને દરેક ઉજવણીમાં યાદ કરીશ.
આ પણ વાંચોઃ સતીષ કૌશિકના પીએમ રિપોર્ટમાં અનેક બીમારીઓનો ઉલ્લેખ, ફાર્મહાઉસમાંથી મળેલી દવાઓની તપાસ
જણાવી દઈએ કે સતીષ કૌશિકનું 9 માર્ચે દિલ્હીના ફાર્મહાઉસમાં નિધન થયું હતું. 8 માર્ચે, અભિનેતા મુંબઈમાં હોળીની ઉજવણી બાદ પાર્ટીમાં હાજરી આપવા માટે દિલ્હી આવ્યા હતા. તે જ સમયે, તેમનું મોત નિપજ્યું હતું. અભિનેતા સતિષ કૌશિકના મોતને લઈ પોલીસ પણ તપાસ કરી રહી છે.