સતિષ કૌશિક પંચમહાભૂતમાં વિલીન, ‘કેલેન્ડર’ની આ છેલ્લી તારીખ ઈતિહાસમાં નોંધાઈ


બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક સતીષ કૌશિક પંચમહાભૂતમાં ભળી ગયા છે. તેમના અંતિમ સંસ્કાર વર્સોવાના સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા. ક્યારેક ‘પપ્પુ પેજર’ તો ક્યારેક ‘કૅલેન્ડર’ બનીને તો ક્યારેક ‘મુથુ સ્વામી’ બનીને બધાને હસાવતો એ ચહેરો કાયમ માટે શાંત થઈ ગયો. હવે ન તો એ હાસ્ય ફરી ક્યારેય સંભળાશે કે ન તો એ ચહેરો ફરી ક્યારેય જોવા મળશે. સતીષ કૌશિકના નિધનના સમાચારથી આખું બોલિવૂડ શોકમગ્ન થઈ ગયું છે. કોઈ માની ન શકે કે સતિષ કૌશિક હવે આ દુનિયામાં નથી રહ્યા.
View this post on Instagram
હસતાં-હસતાં દુનિયાને કહ્યું અંતિમ અલવિદા
સતીષ કૌશિકનો એ હસતો ચહેરો આજે પણ આંખો સામે ફરી રહ્યો છે. જીવન કેટલું બેવફા છે અને કેટલું બેવફા હોઈ શકે છે, બંને બાબતો સતીષ કૌશિકના કિસ્સામાં જોવા મળી છે. સતીષ કૌશિકે 7મી માર્ચે મિત્રો અને પરિવાર સાથે હોળી રમી અને મજા માણી હતી. તે સમયે પાપારાઝી ફોટાગ્રાફર્સને મળીને હોળીની શુભકામનાઓ પાઠવી અને ગુડબાય કહ્યું હતું. ત્યારે કોને ખબર હતી કે આ સતિષ કૌશિકની છેલ્લી અને અંતિમ હોળી હશે. કોને ખબર હતી કે આ સતિષ કૌશિકની અંતિમ વિદાય હશે.
View this post on Instagram