સર્વ પિતૃ અમાસ 2024 ક્યારે? આ દિવસે શ્રાદ્ધ કરવાનું શું હોય છે મહત્ત્વ?
- પિતૃ પક્ષમાં આવતી સર્વ પિતૃ અમાસ ખૂબ જ મહત્ત્વની છે. આ દિવસે બધા જાણીતા અને અજાણ્યા પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે
HD ન્યુઝ ડેસ્કઃ પિતૃ પક્ષનો છેલ્લો દિવસ સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખાય છે. તેને ભાદરવાની અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે બધા જાણીતા અને અજાણ્યા પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે, ખાસ કરીને એવા પૂર્વજો કે જેમની મૃત્યુ તારીખ યાદ નથી. એવું માનવામાં આવે છે કે સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી તેને પિતૃ મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. આ વર્ષે સર્વ પિતૃ અમાસ 2024 ક્યારે છે, જાણો તારીખ, સમય અને મહત્ત્વ?
સર્વ પિતૃ અમાસ 2024
સર્વ પિતૃ અમાસ 2 ઓક્ટોબર 2024ના રોજ છે. અમાસ તિથિ પર કરવામાં આવતું શ્રાદ્ધ પરિવારના તમામ પૂર્વજોની આત્માને શાંત કરવા માટે હોય છે. જેમની પુણ્યતિથિ આપણે જાણતા નથી, જેમનું શ્રાદ્ધ કરવાનું ભુલાઈ ગયું છે અથવા પૂર્ણિમાના દિવસે મૃત્યુ પામેલા પૂર્વજોનું શ્રાદ્ધ પણ અમાસના દિવસે કરી શકાય છે.
સર્વ પિતૃ અમાવસ્યા 2024 શ્રાદ્ધ મુહૂર્ત
કેલેન્ડર મુજબ ભાદરવી અમાસ 1 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે 09.39 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 12.18 વાગ્યે સમાપ્ત થશે. શ્રાદ્ધ માટે કુતુપ અને રૌહિણ મુહૂર્ત શુભ માનવામાં આવે છે.
કુતુપ મુહૂર્ત – સવારે 11:46 થી બપોરે 12:34
રૌહિણ મુહૂર્ત – બપોરે 12:34થી 01:21
અપરાહ્યત કાળ– બપોરે 01:21થી 03:43
જાણીતા કે અજાણ્યા પિતૃઓનું શ્રાદ્ધ
અમાસને પિતૃઓની તિથિ માનવામાં આવે છે. પિતૃ પક્ષની અમાસ પર કોઈ પણ પિતૃઓની શ્રાદ્ધ વિધિ કરવાનું વિશેષ મહત્ત્વ છે. જેમના વિશે આપણે જાણીએ છીએ તેવા પૂર્વજોનું શ્રાદ્ધ કરીએ છીએ, પરંતુ જે અજાણ્યા પૂર્વજો, જેમના વિશે તમે જાણતા નથી, તે પિતૃઓ પણ પિતૃપક્ષ દરમિયાન પૃથ્વી પર તમારાથી સંતુષ્ટ થવાની આશા રાખે છે.
તેમને સંતુષ્ટ કરવા ખૂબ જ જરૂરી છે અન્યથા તેઓ નિરાશ થઈને જતા રહે છે. વંશજોને શ્રાપ લાગે છે, પિતૃ દોષ લાગે છે. પરિવારમાં બીમારી, અશાંતિ, ઉન્નતિ રોકાઈ જવા જેવી અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવે છે. આ કારણથી સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ અને તર્પણ દરેક જાણીતા અને અજાણ્યા પિતૃઓ માટે કરવા જોઈએ.
આ પણ વાંચોઃ પિતૃ પક્ષમાં શું કરવું અને શું ન કરવું? શા માટે છે પિતૃ પક્ષ મહત્ત્વનો?