કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

જૂનાગઢના 35 ગામના સરપંચે આપ્યું સામૂહિક રાજીનામું, જાણો શું છે કારણ ?

Text To Speech

જૂનાગઢ, 19 સપ્ટેમ્બર, જુનાગઢ ભાજપમાં હાલ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે, એવામાં હવે મળતા સમાચાર મુજબ જુનાગઢ તાલુકાના 35 ગામોના સરપંચોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. રાજીનામા આપવા પાછળ એક નહીં પણ ઘણા કારણો છે. વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે. સરપંચોએ આરોપ લગાવ્યા છે કે વહીવટી પ્રક્રિયા સરળ રાખવાના બદલે મુશ્કેલ બનાવી દેવાના કારણે ઘણા કામો ખોરવાઈ ગયા છે અને વિકાસના કામો અટકી પડ્યા છે.

TDO હાજર નહીં રહેતા સરપંચોમાં રોષ

વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે. જૂનાગઢ તાલુકાના 57 ગામોનો અધિકારીઓની અણઆવડતના લીધે વિકાસ રૂંધાતો હોવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ કચેરીમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખુદ અધિકારી જ ગેરહાજર રહેતા હોબાળો મચ્યો હતો અને એકસાથે 35 જેટલા સરપંચોએ સામુહિક રાજીનામાં આપી દેતા ચકચાર મચી જવા પામી છે. બેઠક બોલાવીને TDO હાજર નહીં રહેતા સરપંચોમાં રોષ જોવા મળ્યો છે. 35 જેટલા સરપંચોએ જુનાગઢ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામા મોકલી આપ્યા છે. હવે એ જોવાનુ રહેશે કે સરપંચોના રાજીનામા અંગે શું નિર્ણય લેવામાં આવશે.

ગ્રામ પંચાયતના વહીવટી કામોમાં GST સહિતના અનેક મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલે છે. સરપંચોએ આક્ષેપ કર્યા છે વહીવટી પ્રક્રિયા સરળને બદલે કઠિન કરી દેતા અનેક કામ ટલ્લે ચડી ગયા છે અને વિકાસના કામો નથી થઈ રહ્યા. સરપંચોએ એ પણ આક્ષેપ કર્યો કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરવામાં આવે છે, પરંતુ હદ-નિશાન ન હોવાથી મુશ્કેલી સર્જાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી GST સહિતના અનેક મુદ્દે વિવાદ ચાલે છે.સરપંચ યુનિયન જણાવ્યુ છે કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરાયુ હતુ. આ ઉપરાંત યુનિયને જણાવ્યુ હતુ કે, હદ નિશાન નહીં હોવાથી મુશ્કેલી સર્જાય છે. સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામાં સોંપ્યા છે. જો કે આ રાજીનામાં અંગે શું નિર્ણય લેવામાં આવશે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો…સુરતના યુવકે અજાણ્યા નંબર પરથી આવેલો વીડિયો કૉલ ઉપાડ્યો અને…

Back to top button