ગુજરાતદક્ષિણ ગુજરાત

કમલેશ બારોટના ભાથીજી ભડાકા કરે ગીત પર સરપંચએ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ફરીયાદ નોંધાઈ

Text To Speech

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાલેસા ગામે આવેલા વાલેશ્વર મહાદેવ મંદિરના સાત વર્ષ પૂર્ણ થતા તેના લાભાર્થે ગ્રામજનો દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર કમલેશ બારોટ સહિત તેમજ અન્ય કલાકારો હાજર રહ્યા હતા. ડાયરાની રમઝટ દરમિયાન માંગરોળ તાલુકાના સમાજ અગ્રણી અને મોટી નરોલી ગામના સરપંચ નિલેશ સિંહ ભાન ભૂલ્યા હતા અને પોતાની પાસે રહેલ હથિયારથી બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું અને લોક ગાયક કમલેશ બારોટ એ ‘ભાથીજી ભડકો કરો’ એ ગીત ગાતા જ સ્ટેજ પર ચડ્યા હતા અને જાહેરમાં બંધુક બતાવી રોફ જમાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં પોલીસે ગુનો નોંધ્યો

સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોસંબા પોલીસ હરકતમાં આવી હતી. તેઓએ હથિયારનો દૂર ઉપયોગ કરવા બદલ નિલેશ સિંહ ઉપર ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડાયરામાં અવાર નવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણાં બનાવમાં આમંત્રિત કલાકાર જ સ્ટેજ પરથી ફાયરિંગ કરતા હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. હાજર લોકો વચ્ચે રોફ જમાવવા આ પ્રકારના કૃત્યો થતા હોય છે. પરંતુ અહીં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોસંબા પોલીસે મોટી નરોલી ગામના સરપંચ નિલેશ સિંહ પર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ફિલ્મનું શૂટિંગ જોવા લોકો ઉમટ્યા, ભીડ વધતાં ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

Back to top button