બિઝનેસયુટિલીટી

“સાડી કે ફોલ સા, કભી મેચ કિયા રે” , દેશમાં સાડીનો બિઝનેસ 1 લાખ કરોડને પાર !

Text To Speech

સાડી એ ભારતીય સ્ત્રીઓના પ્રિય પોષાકમાં સ્થાન ધરાવે છે. એટલે ભારતમાં તેનો ઘણો મોટો બિઝનેસ છે. પરંતુ ખરેખર કેટલો મોટો બિઝનેસ છે, તેના આંકડા હવે સામે આવ્યા છે.

37 કરોડ મહિલાઓ સાડી માટે ખર્ચે છે 3થી 4 હજાર

એક રિપોર્ટ અનુસાર દેશમાં સાડીનો બિઝનેસ એક લાખ કરોડને પાર કરી ગયો છે. 25 વર્ષથી વધુ ઉંમરની 37 કરોડ ભારતીય મહિલાઓ સાડી ખરીદવા પર વાર્ષિક સરેરાશ 3,500 થી 4,000 રૂપિયા ખર્ચે છે. સાડીઓનું 41 ટકા વેચાણ તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન થાય છે.

સાડી- humdekhengenews

મોટા બિઝનેસ ગ્રુપર્સ કરી રહ્યા છે તૈયારી

સાડીનો ધીકતો વેપાર જોતાં રિલાયન્સ, ટાટા, બિરલા વગેરે ઉદ્યોગપતિઓ પણ સાડી વેચાણ શરૃ કરવાની તૈયારીમાં છે. જે પહેલેથી જ સાડી વેચે છે એ વિસ્તરણ કરશે.

આ પણ વાંચો: મોંઘવારીથી પરેશાન US ફેડ રિઝર્વ બેંકે ફરી વ્યાજદરમાં વધારો કર્યો, 2008 પછી સૌથી ઉંચા લેવલે પહોંચ્યા દર

દેશમાં પ્રખ્યાત છે આ સાડીઓ

બનારસી સાડી દેશમાં સૌથી પ્રખ્યાત છે. આ પછી રાજસ્થાનના કોટાનું નામ આવે છે. મધ્યપ્રદેશની ચંદેરી સાડી 13મી સદીમાં શરૂ થઈ હતી. વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટા પ્રદેશ એવા ઉત્તર ભારતનો હિસ્સો માત્ર 15,000 કરોડ છે. આપણને સામાન્ય લાગતી સાડી હકીકતમાં દેશના અર્થતંત્રમાં અને ભારતીય પરંપરાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

Back to top button