ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

સારે સિતારે જમીં પર?…નો-નો, મતદાન ઉત્સવ મેં

  • ઘણા બોલિવૂડ સ્ટાર્સ પોતાના ઘરની બહાર નીકળીને મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા 

મુંબઈ, 20 મે: લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનું મતદાન આજે સોમવારે ચાલી રહ્યું છે. જેમાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)ની 49 સંસદીય બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે.  આ સંસદીય મતવિસ્તારોમાંથી એક એવા મુંબઈમાં આજે ચૂંટણી છે. જેના કારણે ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ પોતાના ઘરની બહાર નીકળીને મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં અક્ષય કુમારથી લઈને ફરહાન અખ્તર સુધી અને જાહ્નવી કપૂરથી લઈને ઈશા દેઓલ સુધીના તમામ કલાકારોએ પોતાનો મત આપ્યો છે.

1. જાહ્નવી કપૂર

અભિનેત્રી જાહ્નવી કપૂરે સવારે મતદાન કર્યું હતું અને મત આપ્યા બાદ મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે, “ઘરની બહાર આવો અને પોતાના મતઅધિકારનો ઉપયોગ કરો…”

2. રણદીપ હૂડા

અભિનેતા રણદીપ હુડ્ડાએ મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો અને મત આપ્યા બાદ તેની આંગળી પર લાગેલી શાહીનું નિશાન બતાવીને મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું.

3 ધર્મેન્દ્ર

અભિનેતા ધર્મેન્દ્રએ લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મતદાન કર્યું હતું. આ સમયે તેઓ કાળી ટોપી, લાલ શર્ટ અને કાળી પેન્ટ જોવા મળ્યા હતા.

4. હેમા માલિની અને ઈશા દેઓલ

અભિનેત્રી અને બીજેપી સાંસદ હેમા માલિની, તેમની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલ સાથે મુંબઈમાં મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચી હતી અને મતદાન કર્યા પછી પોતાની આંગળી પર લાગેલી શાહીનું નિશાન બતાવ્યું હતું.

5. પરેશ રાવલ

અભિનેતા પરેશ રાવલ લોકસભા ચૂંટણીને પગલે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કર્યા પછી પરેશ રાવલે કહ્યું હતું કે, “…જે લોકો વોટ નથી આપતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે તેમના ટેક્સમાં વધારો…”

6. સુનિલ શેટ્ટી

લોકસભા ચૂંટણીને પગલે અભિનેતા સુનીલ શેટ્ટીએ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કરીને પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવી હતી.

7. ગોવિંદા

મુંબઈમાં અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા મતદાન કરવા કેન્દ્ર પર પહોંચ્યા હતા, જ્યાં  વોટિંગ કર્યા પછી ગોવિંદાએ કહ્યું હતું કે, “હાલ કોઈ અન્ય વિષય પર કોઈ ચર્ચા નહીં થાય. ઘરની બહાર આવો અને મત આપો…”

8. કૈલાશ ખેર

દેશના નાગરિક તરીકે ફરજ બજાવવા માટે ગાયક કૈલાશ ખૈર મતદાન કરવા પહોંચ્યા હતા અને  મતદાન કર્યા પછી ગાયક કૈલાશ ખૈરે કહ્યું હતું કે, “હું કહેવા માંગુ છું કે ભારત બદલાઈ રહ્યું છે… રાષ્ટ્રીય હિતમાં કામ કરતા રહો અને મતદાન કરતા રહો…”

9. અનીતા રાજ

અભિનેત્રી અનીતા રાજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યા પછી તેણીએ કહ્યું હતું કે, “આપણે બધા આ દેશના જવાબદાર નાગરિક છીએ, તમે બહાર આવો અને મતદાન કરો… મને ખબર પડી છે કે મતદાન ઓછી સંખ્યામાં થઈ રહ્યું છે તેથી આળસ ન કરો, બહાર આવો અને મતદાન કરો, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. “…”

10. ઈરા ખાન – જુનૈદ ખાન

અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાને મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો અને દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ બજાવી હતી.

11. સાન્યા મલ્હોત્રા

અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મુંબઈના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું.

12. રાજકુમાર રાવ

અભિનેતા રાજકુમાર રાવે મુંબઈના એક મતદાન મથક પર પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાની ફરજ અદા કરી કરી હતી.

13. અભિનેતા-નિર્માતા – રઘુ – રામ

અભિનેતા અને નિર્માતા રઘુ-રામે મુંબઈમાં મતદાન મથક પર પોતાના મતઅધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાની ફરજ નિભાવી હતી.

14. રાહુલ બોઝ

અભિનેતા રાહુલ બોઝ દ્વારા પણ લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મતદાન કરવામાં આવ્યું હતું અને દેશના નાગરિક તરીકેની ફરજ નિભાવવામાં આવી હતી.

15. શબાના આઝમી

મતદાન કર્યા પછી અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું કે, “દરેક નાગરિકનો આ સૌથી મોટો અધિકાર અને સૌથી મોટી જવાબદારી છે… હું દરેકને અવશ્ય મતદાન કરવાની અપીલ કરું છું…”

16. મનોજ બાજપેયી

મતદાન કર્યા બાદ અભિનેતા મનોજ બાજપેયીએ કહ્યું કે, “આ સૌથી મોટો તહેવાર છે અને દરેકે પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે વોટ નહીં આપો તો તમને ફરિયાદ કરવાનો અધિકાર નથી.”

17. અનિલ કપૂર

અભિનેતા અનિલ કપૂરે મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો અને પોતાની ફરજ નિભાવી હતી.

18. નાના પાટેકર

અભિનેતા નાના પાટેકરે મતદાન કર્યા બાદ કહ્યું કે, “યુવાનો માટે સંદેશ એ છે કે દરેકે મતદાન કરવું જોઈએ.”

19. અનુપમ ખેર

અભિનેતા અનુપમ ખેરે ,મતદાન કર્યા બયાદ જણાવ્યું હતું કે, “આજે આપણને બધાને આ તહેવાર ઉજવવાનો મોકો મળ્યો છે, તેથી આપણે બહાર આવીને મતદાન કરવું જોઈએ જેથી આપણે 5 વર્ષ માટે કેવી સરકાર અને કઈ સિસ્ટમ જોઈએ છે અને આપણે તે સિસ્ટમનો લાભ લઈ શકીએ … “

20. વિદ્યા બાલન

21. દિપીકા ચિખલિયા

22. પૂજા હેગડે

23. હંસિકા મોટવાણી

24. સંજય દત્ત

25. રકુલ પ્રીતિ – જેકી ભગનાની

26. શિલ્પા શેટ્ટી – શમીતા શેટ્ટી

27. સદાબહાર રેખા

28. ટાઈગર શ્રોફ

29. ભૂમિ પેડનેકર

આ પણ જુઓ: પ્રેગનન્ટ દીપિકા પતિ સાથે વોટિંગ કરવા આવી, હાથ પકડીને રણવીરે ભીડ પાર કરાવી

Back to top button