ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરદારજીએ જીવ જોખમમાં મૂકીને લૂંટારાઓનો કર્યો સામનો, વીડિયો થયો વાયરલ

Text To Speech

હમ દેખેંગે ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 14 ફેબ્રુઆરી: તમે જોયું જ હશે કે હોટલ, સ્કૂલ, એટીએમ વગેરે જગ્યાઓ પર સુરક્ષા ગાર્ડ હંમેશા સુરક્ષામાં તૈનાત હોય છે. જો કોઈ ચોર કે લૂંટારુ ત્યાં લૂંટના ઈરાદેથી આવે તો તેમને પકડીને પોલીસને હવાલે કરી શકાય. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક સિક્યોરિટી ગાર્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ લોકો તેની બહાદુરીના ગુણગાન ગાઈ રહ્યા છે. એક ATMમાં ચોર ઘૂસી ગયા હતા જ્યાં સુરક્ષા ગાર્ડને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પાડ્યું હતું.


23 સેકન્ડમાં સરદારજીએ કર્યો કમાલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સરદારજી ATMના દરવાજાથી બહાર નીકળીને દરવાજો બંધ કરી દે છે. ત્યારબાદ તે શટર પાડવાનો પ્રયાસ કરે છે. જહેમત ઉઠાવ્યા છતાં તેઓ શટર બંધ કરી શકતા નથી. એવામાં ATMની અંદર લૂટારાંઓ શટર ઉઠાવી લે છે અને સરદારજી પર બંદૂક વડે ગોળીબાર કરે છે. જો કે, આવી સ્થિતિમાં પણ સરદારજી નિડર બનીને લૂટારાઓ પર ફાયરિંગ કરે છે. પોતાનો જીવ બચાવવા તે ફટાફટ સીડી નીચે ઉતરીને મુખ્ય દરવાજા બંધ કરી દે છે. આ વીડિયો જોયા બાદ લોકો સિક્યોરિટી ગાર્ડની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે.

યુઝર્સ સરદારજીના ગુણગાન ગાઈ રહ્યા છે

આ વીડિયોનો X પર @gharkekalesh નામથી શેર કરાયો છે. અત્યાર સુધી આ વીડિયોને 12 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે, સરદારજી ખૂબ બહાદુર છે, તમારી બહાદુરી પર સલામ. અન્ય એક યુઝરે લખ્યું કે, સિંહ ઈઝ કિંગ. જ્યારે ત્રીજા એક યુઝરે લખ્યું કે, આ વીડિયોને જોયા પછી હું હેરાન છું, સરદારજીએ જીવ જોખમમાં મૂકીને નિડરતાથી સામનો કર્યો.

આ પણ વાંચો: લાઈવ મેચમાં ફૂટબોલ ખેલાડીના માથા પર વીજળી પડી અને.. : વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો

Back to top button