અમદાવાદ એરપોર્ટ પર હવે ‘સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા’, જાણો- કેવી રીતે કરશો ઉપયોગ?


અમદાવાદ એરપોર્ટ પર તમે જાઓ ત્યારે લગેજ ડ્રોપ કરવામાં ઘણો બધો સમય લાગતો હોય છે, રાહ જોવી પડે છે અને લાંબી લાઈનમાં ઉભા રહેવું પડતું હોય છે. પરંતુ, હવે અમદાવાદ એરપોર્ટ પર જતા મુસાફરોને આ ઝંઝટમાંથી મુક્તિ મળશે. લગેજ ડ્રોપ કરવામાં મુસાફરોને અમદાવાદના સરદાવર વલ્લભાઈ પટેલ એરપોર્ટ પર હવે સમય બગાડવો નહીં પડે. કારણકે, મુસાફરોને આ પરેશાનીમાંથી છુટકારો અપાવવા માટે એક નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ‘સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા’ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રકિયા વધુ સરળ બનશે. સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમ એક આત્યાધુનિક ટેક્નોલોજી છે. જે સીમલેસ પેસેન્જર અનુભવને સુનિશ્ચિત કરી સમય બચાવશે.
આ સુવિધાના કારણે વેઈટીંગમાં ઘટાડો કરશે. તે પ્રતિ મિનિટે ત્રણ જેટલા મુસાફરોને સગવડ પુરી પાડવાની સાથે ઝડપી અને ઝંઝટ મુક્ત ચેક ઈન કરશે.

અમદાવાદ એરપોર્ટ પર 2 સેલ્ફ બેગેજ ડ્રોપ મશીન મુકાયા
એરપોર્ટ પર મુસાફરો ઓટોમેટેડ સિસ્ટમની મદદથી ચેઈ ઈન પ્રકિયા પૂર્ણ કરી શકશે. સેલ્ફ બેગેજ ડ્રોપ સેવાનો ઉપયોગ કરતા પહેલા મુસાફરોએ સેલ્ફ ચેક ઈન કિઓસ્ક પર તેમના બોડિંગ પાસ અને બેગેજ ટેગ જનરેટ કરવાના રહેશે. ચેક ઈન સામાનને ટેગ કર્યા પછી મુસાફરો સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા પર આગળ વધી શકે છે. જ્યાં તેમના બોર્ડિંગ પાસને સ્કેઈન કરવામાં આવશે અને બેગમાં કોઈ વાંધાજનક સામાન ન હોય તે ઓપોઆપ સોટીંગ એરીયામાં સ્થળાંતરિત થઇ જશે અને રસીદ જનરેટ કરશે.

સેલ્ફ બેગેજ ડ્રોપનો ઉપોયગ કેવી રીતે કરવો?
- સેલ્ફ ચેક-ઈન કિઓસ્ક પર બોડિંગ પાસ અને બેગેજ ટેગ્સ જનરેટ કરો.
- ઓનસ્ક્રીન સૂચનાઓને અનુસરી સંબંધિત વિગતો એડ કરો
- તમારો બોડિંગ પાસ અને સામાન ટેગ થઈ જાય પછી સેલ્ફ બેગેજ ડ્રોપ કાઉન્ટર પર આગળ વધો
- ત્યારબાદ, સ્કેનર પર બોડિંગ પાસ સ્કેન કરવો પડશે
- મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા સુરક્ષા માપદંડને તરીકે તમારો સામાન પ્રતિબંધિત વસ્તુઓથી મુક્ત હોવાનું જાહેર કરવાનો રહેશે
- સુચના અને માર્ગદર્શન અનુસરી તામારા સામાનને નિયુક્ત બેલ્ટ પર લોડ કરો
- તમામ પ્રકિયા પૂર્ણ કર્યા બાદ એક રસીદ જનરેટ થશે
- તે રસીદ સેલ્ફ બેગેજ ડ્રોપ મશીનમાંથી તમારે લેવાની રહેશે