Video : સરદાર સરોવરની જળસપાટી 135 મીટરને પાર, ભરૂચ-નર્મદા-વડોદરા જિલ્લામાં તંત્ર એલર્ટ
હાલ ગુજરાત સહિત પાડોશી રાજ્યમાં વરસાદી માહોલના કારણે રાજ્યના ડેમની સપાટીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમની સપાટી 135.29 મીટરે પહોંચી છે. તેમજ ડેમના 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલીને 3,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.
ડેમમાં પાણીની આવક વધી
આ સાથે જ રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ છે. તથા વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. તથા નદીમાં કુલ જાવક 3,95,000 ક્યુસેક રહેશે. તેમજ નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.
નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમની સપાટી 135.29 મીટરે પહોંચી
ડેમના 23 દરવાજા 1.90 મીટર સુધી ખોલીને 3,00,000 ક્યુસેકથી વધુ પાણી નદીમાં છોડાયુ@CollectorNar @CollectorVad#narmada #NarmadaRiver #SardarSarovarDam #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/kV0nMRnGIH— Hum Dekhenge News (@humdekhengenews) August 16, 2022
આસપાસના ગામોમાં એલર્ટ
આ તરફ નદીની જળસ્તર વધવાના કારણે ડભોઇ, શિનોર અને કરજણના તંત્રને એલર્ટ કરાયા છે. તેમજ નદીકાંઠે કે નદીમાં માછીમારો જાય નહી તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ એન.ડી.આર.એફની એક ટીમ ઉપલબ્ધ છે. તથા ડભોઇના નંદેરીઆ ગામના 9 લોકોને ગામમાજ સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.
મધ્યપ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે. તેથી મધ્યપ્રદેશના ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવક 3,33,056 ક્યુસેક નોંધાઈ છે. તથા ઉપરવાસના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધતા સપાટીમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ડીસામાં ત્રણ મકાન ધરાશાયી, રાણપુર રોડ બેટમાં ફેરવાયો, લોકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી