ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં વધારો થયો છે.
ડેમમાં 4820 ક્યુસેક પાણીની આવક
ઉપરવાસમાંથી 4820 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 120.66 મીટરે પહોંચી ગઈ છે. ઉપરવાસના પાવરહાઉસ ચાલુ કરાતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં હાલ 5037.57 MCM લાઈવ સ્ટોરેજનો જથ્થો છે. જો કે, નર્મદા ડેમમાંથી હાલ 4587 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
હાલ નર્મદા ડેમની સપાટી 120.66 મીટરે પહોંચી ગઈ છે
હાલ વરસાદની સિઝન જામી છે ત્યારે ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાંથી 8409 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત CHPH ના બે પાવર હાઉસ ચાલુ કરાયા છે.