સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાયો: મુખ્યમંત્રીએ અમૃત મુહૂર્તમાં નર્મદા નીરનાં કર્યા વધામણાં
ગાંધીનગર, 1 ઓકટોબર, ગુજરાતમાં આ વર્ષ ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની ધરખમ આવક નોંધાય છે. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ છેલ્લા કેટલા સમયથી છલકાવાની પરિસ્થિતિમાં હતો. ત્યારે આજે ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતાં. માં નર્મદાને ચૂંદડી, શ્રીફળ અને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણો દ્વારા વિધિવત રીતે માં નર્મદાના વધામણાં કરવામાં આવ્યા હતાં. માં નર્મદાની મુખ્યમંત્રી દ્વારા આરતી પણ ઉતારવામાં આવી હતી.
હાલ સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. નર્મદા નિગમના તમામ અધિકારીઓ નર્મદા ડેમ પર આવી ગયા છે. ડેમમાં પાણીની સપાટી જાળવવા એક દરવાજો 1.30 મીટર ખુલ્લો રાખ્યો છે. હવે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ 2017માં પૂર્ણ થયુ હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017એ ભરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદાનું પૂજન કર્યું હતું અને 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબરે 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે.નર્મદાના વધામણાં બાદ નર્મદા ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા હતા. આ 10 ગેટ ખોલતા 85 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. હવે તબક્કા વાર પાણી છોડાતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 42 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટી 138.68 મીટર સુધી છલોછલો ભરાયો છે. ડેમમાં હાલ 82,408 ક્યૂસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મુખ્ય કેનાલમાં 4364 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન મારફતે 40,930 ક્યૂસેક પાણીની જાવક છે. નર્મદા ડેમ પર પહોંચીને 12.39 વાગે અમૃત મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નદીનાં નીરને ચૂંદડી, શ્રીફળ, કંકુ, ચોખા અર્પણ કરીને પૂજા કરાઈ હતી.
પાંચમી વખત છલોછલ ભરાયો ડેમ
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, કેવડિયા ખાતે એકતાનગર ઝઈને નર્મદા જળપૂજન કર્યું હતું. સરદાર સરોવર ડેમમાં સંગ્રહાયેલા પાણી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા-મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે.
આ પણ વાંચો…અમદાવાદ : એનઆઇએમસીજેના વિદ્યાર્થીઓએ માણી ફ્રેશર્સ પાર્ટી