સારા અલી ખાને ‘શુભમન ‘સાથે લગ્નના પ્લાન પર કહી હા
સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે.સારા કે શુભમને હજુ સુધી ડેટિંગના સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી.પરંતુ સારાએ પોતાની દાદી જેવી ક્રિકેટર સાથે લગ્ન કરવાની વાત પર પ્રતિક્રિયા આપી છે.સારા અલી ખાનની દાદી શર્મિલા ટાગોરે ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા.સારા તેની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે.
આવી સ્થિતિમાં, સારાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે શું તે પણ તેની દાદીના પગલે ચાલશે અને ક્રિકેટર સાથે લગ્ન કરશે.આના જવાબમાં સારાએ કહ્યું- તેના માટે પ્રોફેશનથી કોઈ ફરક નથી પડતો.એક ઈન્ટરવ્યુમાં સારા અલી ખાને કહ્યું – તે વ્યક્તિ ક્રિકેટર કે બિઝનેસમેન હોઈ શકે છે,પરંતુ હુ એવુ ઈચ્છુ છુ કે તે મને સમજે તેવો હોવો જોઈએ.બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જરા હટકે જરા બચકેની સફળતાનો આનંદ માણી રહી છે.હાલમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
આ પણ વાંચો : ‘તારક મહેતા…’ની ‘બાવરી’એ ફરી કર્યો ચોંકાવનારો ખુલાસો