સારા અલી ખાને ભારે હિમવર્ષા વચ્ચે બાબા કેદારનાથની મુલાકાત લીધી, સારાનો વીડિયો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ફરી એકવાર બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચી હતી. જેની તસવીરો તેણે ફેન્સ સાથે શેર કરી છે. સારા અલી ખાને તેની કેદારનાથ યાત્રાની આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી ક્યારેક બાબાના ધામની સામે તો ક્યારેક બરફના મેદાનોમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી છે.
આ તસવીરો શેર કરતી વખતે સારાએ હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું છે. સારાએ લખ્યું, “હું પહેલીવાર અહીં આવી ત્યારે મેં ક્યારેય કેમેરાનો સામનો કર્યો નહોતો..
અભિનેત્રીએ આગળ લખ્યું કે, આજે હું કેમેરા વિના મારા જીવનની કલ્પના પણ કરી શકતી નથી.. આજે હું જે છું તે બનાવવા માટે કેદારનાથ બાબાનો આભાર.
આ ફોટોમાં સારા ભારે હિમવર્ષા વચ્ચે કેદારનાથ ધામની મુલાકાત લેતી જોવા મળી હતી. ઠંડીથી બચવા માટે અભિનેત્રીએ પોતાનો આખો ચહેરો કેપથી ઢાંકી દીધો છે.
આ પણ વાંચોઃ સારા અલી ખાને મેટ્રોમાં કરી મુસાફરી, કહ્યું- ‘મુંબઈ મેરી જાન’
એક ફોટામાં સારા પણ જમીન પર બેસીને ચાની ચૂસકી લેતી જોવા મળે છે. જણાવી દઈએ કે સારાએ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘કેદારનાથ’થી કરી હતી. જેના શૂટિંગ માટે અભિનેત્રી 2 મહિના સુધી કેદારનાથ ધામમાં રહી હતી. સારાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઇન દિન’માં જોવા મળશે. આ ફિલ્મ 23 ડિસેમ્બરે રિલીઝ થશે.