સારા અલી ખાનનું Cannes 2023માં ડેબ્યૂ, ‘કાન્સ’ લૂકના ફેન્સે કર્યા વખાણ


બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાને Cannes ફિલ્મ ફેસ્ટિવલ 2023માં ડેબ્યૂ કર્યું છે. સારાએ લહેંગામાં રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023 શરૂ થઈ ગયો છે. જેમાં પહેલીવાર એન્ટ્રી કરનાર બોલીવુડ એક્ટેરસ સારા અલી ખાનના વખાણ થઈ રહ્યા છે.
View this post on Instagram
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલા સારાએ દુલ્હન અવતારમાં એન્ટ્રી કરી. ત્યારબાદ બીજા દિવસે સારએ બ્લેક આઉટફિટમાં એન્ટ્રી કરી અને હવે સારા રેટ્રો સ્ટાઈલમાં સાડી પહેરેલી જોવા મળી. સારાનો આ લૂક જોઈને દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
સારા અલી ખાને હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં સુંદર ક્રીમ કલરની સાડીમાં તેની ખૂબ જ આકર્ષક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે રેટ્રો ફીલ આપી રહી છે. આ તસવીરોમાં તેના ફેન્સ સારાની તુલના દાદી શર્મિલા ટાગોર સાથે કરી રહ્યા છે.

સારા અલી ખાને અબુ જાની અને સંદીપ ખોસલાના લેટેસ્ટ આઉટફિટમાં કેટલીક ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક તસવીરમાં સારા અલી ખાન સીડીમાં ઉભી છે અને સાડી લહેરાવી રહી છે. અન્ય તસવીરોમાં તે બીચ પર ઊભી રહીને પોઝ આપી રહી છે.