ટ્રેન્ડિંગમનોરંજન

Koffee With Karan-7: કાર્તિકને લઈ સારાએ તોડી ચુપ્પી

Text To Speech

કરણ જોહરના પોપ્યુલર ચેટ શો કોફી વિથ કરનમાં સેલિબ્રિટીસ તેમના ઘણા સિક્રેટ્સ રિવીલ કરતા હોય છે. કોફી વિથ કરનના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે તે બન્નેની ફ્રેન્ડશીપ સિવાય પર્સનલ વાતોની પણ ચર્ચા કરી હતી. રણવીર-આલિયા પછી આ શોનો પાર્ટ બનેલા સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે કેટલાક એવા સિક્રેટ્સ રિવીલ કર્યા છે. જે સાંભળીને ફેન્સના કાન ઉંચા થઈ ગયા.

સારા અલી ખાન અને જ્હાનવી કપૂર

હું અને કાર્તિક એકબીજાને કરતા હતા ડેટઃ સારા

સારા અલી ખાને ‘કોફી વિથ કરણ’માં કાર્તિક આર્યન સાથેના તેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. અભિનેત્રીએ કોફી વિથ કરણના તેના પ્રથમ એપિસોડમાં કબૂલ્યું હતું કે તે કાર્તિક પર ક્રશ છે. ત્યારબાદ, તેણે ફિલ્મ ‘લવ આજ કલ’ સાઈન કરી અને અફવાઓ ફેલાઈ ગઈ કે તે કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે. આ સમાચાર આવ્યા બાદ ફિલ્મની રિલીઝની આસપાસ જ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે, બંનેએ ક્યારેય આ અહેવાલોની પુષ્ટિ કરી નથી.

જ્હાન્વી-સારાએ ખોલ્યા સિક્રેટ્સ

‘કોફી વિથ કરણ’ના લેટેસ્ટ એપિસોડમાં, કરણ જોહરે સારાને યાદ કરાવતા કહ્યું કે, અગાઉ આ શોમાં સારા આવી હતી ત્યારે તેને કાર્તિક પર ક્રશ હોવાની વાત કહી હતી. આ સોફા પર બેસીને સારાએ નેશનલ ટેલિવિઝન પર કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છતી હોવાની વાત કરી હતી. આ વાતને યાદ કરતા સારાએ તેના અને કાર્તિકની ડેટિંગની અફવાને સમર્થન આપતા કહ્યું કે-તેઓ એકબીજાને ડેટ કરતા હતા.

કોફી વિથ કરન-7

જ્યારે કરણે સારાને પૂછ્યું કે તે કયા અભિનેતાથી ઈન્સપાયર છે, તે હવે કોને ડેટ કરવા માંગે છે. તો, આ સવાલ પર સારાએ અભિનેતાનું નામ લેતા શરમાઈ ગઈ અને એ પછી સારાએ વિજય દેવરાકોંડાનું નામ લીધું અને મજાકમાં તેને ટાળતી જોવા મળી. જો કે એ પછી રેપિડ-ફાયર રાઉન્ડમાં જ્હાનવી કપૂર અને સારાએ પુષ્ટિ કરી કે વિજય તેની કો-સ્ટાર રશ્મિકાને ડેટ કરી રહ્યો છે.

‘કોફી વિથ કરણ-7’ માં સમન્થા રૂથ પ્રભુ, અક્ષય કુમાર, કાજોલ, શાહિદ કપૂર, કિયારા અડવાણી, અનિલ કપૂર અને વરુણ ધવન સહિત અન્ય ઘણા સ્ટાર્સ જોવા મળશે.

Back to top button