સંસ્કારી નગરીની MS યુનિવર્સિટી બની અખાડાનું મેદાન, બે જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી
વડોદરાની એમ એસ યુનિ. વારંવાર વિવાદોમાં આવતી રહેતી હોય છે. અગાઉ પણ અનેક વાર આ યુ. નિ માં મારામારીની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે ફરી એક વાર MS યુ. નિ માં મારામારીની ઘટના સામે આવી છે. AGSU અને AGSG ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થયાની ઘટના સામે આવી છે.
MSUમાં બે જૂથ વચ્ચે છૂટા હાથની મારમારી
જાણકારી મુજબ વડોદરાની એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાના મામલે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આજે સવારે કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગમાં એક જુથ વિરોધ કરી રહ્યું હતું. આ દરમિયાન નજીવી બાબતે વિદ્યાર્થીઓના બે જૂથ બાખડ્યા હતા.એક જૂથની વિદ્યાર્થીનીએ આવીને અન્ય જુથના વિદ્યાર્થીને લાફો માર્યો હતો.જે બાદ યુનિ. પરિસરમાં છુટ્ટા હાથની મારામારી જોવા મળી હતી.
મારામારીમાં એક વિદ્યાર્થી ઘાયલ
MSUમાં AGSU અને AGSG વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ છે.બે જૂથ વચ્ચે મારામારી થતા એક વિદ્યાર્થી ઘાયલ થયો છે.AGSU જૂથના આયુસિંગને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુનિવર્સિટીના કેમ્પસમાં મારામારી થતાં વિજીલન્સનો સ્ટાફ પહોંચી ગયો હતો. અને બાખડી રહેલા વિદ્યાર્થીઓને છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ વિદ્યાર્થીઓ વિજીલન્સની હાજરીમાં પણ મારામારી કરી રહ્યાં હતા.
વિજિલિન્સ પાછળ ખર્ચેલા કરોડો રુપિયા પાણીમાં
આ મારામારીને લઇ યુનિ.માં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચી વિજીલન્સ તૈનાત કરવાની વ્યવસ્થા પોકળ પુરવાર થઇ છે.અગાઉ પણ આ બંને જૂથ વચ્ચે મારામારીની ઘટનાઓ સામે આવતી રહી છે. તેવામાં યુનિ.માં મારામારી રોકવા માટે તંત્ર શું પગલા લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : અમદાવાદમાં ચાલુ ફરજે PSIને હાર્ટ એટેક આવતા મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ