આજે વૈશાખની સંકષ્ઠીઃ જાણો ચતુર્થીનું વ્રત કરવાના મુહુર્ત
- ચોથની તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે
- આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિને જ્ઞાન અને ઐશ્વર્ય મળે છે
- 8 મે, 2023ના રોજ સાંજે 6.18 વાગ્યાથી ચતુર્થીનો પ્રારંભ થશે
હિંદુ પંચાગ અનુસાર દર મહિનામાં બે ચોથ આવે છે. આ વૈશાખ વદની ચોથ છે. હવે જેઠ મહિનાની સંકટ ચતુર્થી આવશે. ચોથની તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી અને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે જીવનમાં આવી રહેલી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
ચતુર્થીના મુહુર્ત
આજે 8 મે, 2023ના રોજ સાંજે 6.18 વાગ્યાથી ચતુર્થીનો પ્રારંભ થશે, તે 9 મેની સાંજે 4.07 સુધી ચાલશે. આવા સંજોગોમાં ચોથનું વ્રત 8 મેના રોજ રાખવામાં આવશે. આ દિવસે સાંજે ચાંદો નીકળ્યા બાદ પૂજા કરાશે. આજે ચોથનું વ્રત રાખવુ ઉત્તમ રહેશે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ કરો અને રાતે ફળાહાર કરવુ. ફળાહારમાં બટાકા, શક્કરિયાનો ઉપયોગ ન કરવો. ચંદ્રોદય પહેલા સંધ્યા વંદન અને આરતી કરવાનું ન ભૂલશો. જો કોઈ પરેશાની હોય તો તે જલ્દીથી દૂર થઈ જાય તેવી મનમાં પ્રાર્થના કરો.
આ રીતે કરો પૂજા વિધિ
આ પાવન પર્વના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. સ્વચ્છ વસ્ત્રો પહેરો ત્યારબાદ ઘરના મંદિરમાં દીપક પ્રજ્વલિત કરો. ત્યારબાદ ભગવાન ગણેશ અને તમામ દેવી-દેવતાઓને સ્નાન કરાવો. ત્યારબાદ ગણેશજીને દુર્વા અર્પિત કરો. ગણેશજીનું ધ્યાન કરો અને તેમને ભોગ લગાવો. ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવો. તમે મોદક કે લાડુનો ભોગ લગાવી શકો છો. રાતે ચંદ્રમા દર્શન બાદ વ્રત ખોલો.
આ પણ વાંચોઃ કોઇ શર્ત હોતી નહીં પ્યાર મેઃ આ રીતે ઓળખો Unconditional Loveને