IPL 2025ટ્રેન્ડિંગસ્પોર્ટસ

સંજૂ સૈમસન નહીં કરે કપ્તાની, રાજસ્થાન રોયલ્સને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી સંભાળશે કમાન

Text To Speech

નવી દિલ્હી, 20 માર્ચ 2025: આઈપીએલ 2025થી પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર રાજસ્થાન રોયલ્સના ફેન્સ માટે મોટો ઝટકો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, હવે સંજૂ સૈમસન રાજસ્થાન રોયલ્સની કપ્તાની નહીં કરે. જો કે આ બધું થોડી મેચો માટે જ હશે. આ દરમ્યાન કોને કપ્તાનીની જવાબદારી આપવામાં આવશે, તે પણ લગભગ લગભગ નક્કી થઈ ગયું છે. આઈપીએલની નવી સીઝન શરુ થાય તેની ઠીક પહેલા આ સમાચાર મોટો ઝટકો છે.

સંજૂ સૈમસનની આંગળીમાં ઈજા થઈ

સંજૂ સૈમસન ત્યારે ઈજાગ્રસ્ત થયો, જ્યારે ફેબ્રુઆરીમાં ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝ ચાલી રહી હતી. આ સિરીઝની છેલ્લી મેચમાં જોફ્રા આર્ચરનો એક બોલ સંજૂની આંગળીમાં વાગી ગયો. તેનાથી તે ઘાયલ થઈ ગયો. ત્યાર બાદ તેને આંગળીની સર્જરી કરાવવી પડી હતી. આશા છે કે તે જલદી સાજો થઈ જશે. તે હાલમાં બે દિવસ પહેલા જ આઈપીએલ માટે પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો હતો. ત્યારે એ વાતની આશંકા વ્યક્ત થઈ રહી હતી કે, શું કીપિંગની જવાબદારી પણ નિભાવી શકશે? હવે આ વાતની પુષ્ટિ પીટીઆઈના એક રિપોર્ટમાંથી થઈ ગઈ છે.

ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સંજૂ રમશે

જાણવા મળ્યું છે કે સંજૂ સૈમસન પહેલા ત્રણ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે. આઈપીએલના નિયમ અનુસાર, ઈમ્પેક્ટ પ્લેયર ટીમના કપ્તાન નથી હોતા. કારણ કે આખી મેચ દરમ્યાન તેઓ મેદાનમાં રહેતા નથી. એટલા માટે રિયાન પરાગને ટીમની કમાન આપવામાં આવી શકે છે. તેવા સમાચાર મળી રહ્યા છે. એટલે કે સંજૂ ટીમની સાથે રહેશે અને રમશે પણ. પણ ન આખો ટાઈમ ટીમ સાથે મેદાનમાં નહીં હોય અને કપ્તાની પણ નહીં કરે.

ટીમ ૨૩ માર્ચે પોતાનો પહેલો IPL મેચ રમશે

રાજસ્થાન રોયલ્સ આ વર્ષની IPLમાં પોતાની પહેલી મેચ બીજા જ દિવસે એટલે કે 23 માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. આ મેચ દિવસ દરમિયાન રમાશે અને બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ પછી, ટીમ 26 માર્ચે ફરીથી મેદાનમાં ઉતરશે, તે દિવસે તેને KKR સાથે મેચ છે, જે ગુવાહાટીમાં યોજાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્રીજી મેચની વાત કરીએ તો, ટીમ 30 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. આ મેચ પણ સાંજે છે અને ગુવાહાટીમાં રમાશે.

આ પણ વાંચો: સાવધાન: 1 એપ્રિલથી આવા લોકો મોબાઈલમાંથી પૈસા ટ્રાંસફર કરી શકશે નહીં, જાણી લો આ નવો નિયમ

Back to top button