ટ્રેન્ડિંગસ્પોર્ટસ

T20 World Cup: સેમસનને ભારતીય A ટીમની કમાન, પૃથ્વીને પણ તક

Text To Speech

T20 World Cup માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત બાદથી ઘણા ખેલાડીઓની પસંદગી ન થવાની ચર્ચા ચાલી રહી છે. સેમસનને ભલે વર્લ્ડ કપ માટે બીજી તક ન મળી હોય, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સેમસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેને ભારત A ટીમનો કેપ્ટન બનાવ્યો છે. સેમસન ટૂંક સમયમાં ન્યુઝીલેન્ડ A સામે શરૂ થનારી ODI સિરીઝ માટે ટીમની કમાન સંભાળશે.

સેમસનને ભારતીય A ટીમની કમાન

ભારત અને ન્યુઝીલેન્ડ હવે બંને ટીમો ODI સિરીઝમાં ટકરાશે અને આ માટે સેમસનને ભારતીય ટીમની કમાન સોંપવામાં આવી છે. પસંદગીકારોએ સેમસનને મોટી જવાબદારી આપતા સંકેત આપ્યો છે કે તે આગામી સમયમાં યોજનાનો એક ભાગ છે.

Sanju Samson
Sanju Samson

ભારતના પ્રવાસ પર ODI સિરીઝ રમનારી ન્યુઝીલેન્ડ A ટીમ સામે ભારત A ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુક્રવારે પસંદગીકારોએ સંજુ સેમસનને ટીમની કમાન સોંપી છે. આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં વાપસીનો રસ્તો શોધી રહેલા ઘણા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ વનડે મેચો રમાવાની છે. આ ત્રણેય મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

પૃથ્વી શૉને પણ તક મળી

માત્ર સંજુ સેમસન જ નહીં પરંતુ પસંદગીકારોએ પૃથ્વી શૉને પણ તક આપી છે જે છેલ્લા એક વર્ષથી ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યો નથી. શૉની સતત અવગણનાને કારણે પસંદગીકારો અને બોર્ડ પર પણ સવાલો ઉઠી રહ્યા હતા. તેની ટેસ્ટ સિરીઝમાં પણ પસંદગી કરવામાં આવી ન હતી.

cricketer prithvi shaw
cricketer prithvi shaw

ભારત A સ્ક્વોડમાં કોણ ?

ભારત A: સંજુ સેમસન (કેપ્ટન), પૃથ્વી શો, અભિમન્યુ ઈશ્વરન, ઋતુરાજ ગાયકવાડ, રાહુલ ત્રિપાઠી, રજત પાટીદાર, કેએસ ભરત , કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ, રાહુલ ચાહર, તિલક વર્મા, કુલદીપ સેન, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક , નવદીપ સૈની અને રાજ બાવાનો સમાવેશ થાય છે.

Back to top button