કેએલ રાહુલ બાદ હવે ઋષભ પંતનો વારો, LSGના માલિક સંજીવ ગોયનકાએ મેચ હારી જતાં ઠપકો આપ્યો


નવી દિલ્હી, 25 માર્ચ 2025: લખનઉ સુપર જાયંટ્સના માલિક સંજીવ ગોયનકાએ મેગા ઓક્શનમાં રેકોર્ડ 27 કરોડ રુપિયા ખર્ચ કરીને ઋષભ પંતને ટીમમાં સામેલ કર્યો હતો. પણ પંતનું પ્રદર્શન ફ્રેન્ચાઈઝીને પહેલી જ મેચમાં નિરાશાજનક લાગ્યું. તે મેચમાં બેટ્સમેન તરીકે તો કંઈ કરી શક્યો નહીં અને શૂન્ય પર આઉટ થઈ ગયો.
બાદમાં છેલ્લી ઓવરમાં તે સ્ટંપિંગ ચૂકી ગયો, જો આવું ન થયું હોત તો લખનઉ આ મેચ જીતી જતી. પંતને આઈપીએલ 2025માં પોતાની પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે લખનઉની હાર બાદ તરત વીકેટકીપર-બેટ્સમેન સાથે વાત કરવા જોવા મળ્યા. ડગઆઉટ સામે એલએસજીના માલિક સંજીવ ગોયનકા પંત સામે સવાલ જવાબ કરતા જોવા મળ્યા હતા. જેણે પાછલી સીઝનમાં કેએલ રાહુલને પડેલો ઠપકો યાદ અપાવી દીધો.
210 રનના ટાર્ગેટનો પીછો કરતા ડીસીએ 113 રન પર છ વિકેટ છતાં એલએસજી મેચ જીતી ન શકી. આશુતોષ શર્માએ સોમવારે વિશાખાપટ્ટનમમાં પ્રેશરવાળી શાનદાર ઈનિંગ્સ મરી 31 બોલમાં 66 રન બનાવ્યા. અને દિલ્હીને એક વિકેટ અને ત્રણ બોલ બાકી રહેતા જીત અપાવી દીધી.
પંતે LSG માં કેપ્ટન અને ખેલાડી તરીકે ડેબ્યૂ કર્યું હતું અને તમામ વિભાગોમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. એક એવી મેચમાં જ્યાં ૪૨૦ થી વધુ રન બન્યા હતા અને પાંચ બેટ્સમેનોએ ૨૦૦ થી વધુ સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી, પંત છ બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો.
તેને દિલ્હીના ભૂતપૂર્વ સાથી ખેલાડી કુલદીપ યાદવે આઉટ કર્યો. તેની કેપ્ટનશીપ અને સ્ટમ્પ પાછળનું પ્રદર્શન પણ સારું નહોતું. LSG યુનિટના સૌથી અનુભવી બોલર શાર્દુલ ઠાકુરને તેની પહેલી ઓવરમાં બે વિકેટ લેવા છતાં માત્ર બે ઓવર આપવામાં આવી. આનાથી પંતના પ્રદર્શન પર પ્રશ્નો ઉભા થયા.
પંતે પોતાની કેપ્ટનશીપમાં ક્યાં ભૂલ કરી?
દિલ્હીને છેલ્લી બે ઓવરમાં 22 રનની જરૂર હતી, ત્યારે પણ પંતે શાર્દુલને બદલે બિનઅનુભવી પ્રિન્સ યાદવને બોલ સોંપ્યો. જ્યાં તેની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સહિત ૧૬ રન મળ્યા. છેલ્લી ઓવરમાં, પંતે બોલ ડાબોડી સ્પિનર શાહબાઝ અહેમદને સોંપ્યો, જ્યારે શાર્દુલ તેની જગ્યાએ વધુ સારો વિકલ્પ હોત.
આ પણ વાંચો: નવું મકાન લેવાનું વિચારતા હોવ તો સાથે પત્નીનું નામ પણ લગાવો, એક નહીં અનેક ફાયદા થશે