ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બ્રિજભૂષણના નજીકના ગણાતા સંજય સિંહ બન્યા ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે ભારતીય કુસ્તી સંઘના પ્રમુખની ચૂંટણી જીતી લીધી છે. તેમણે પોતાના હરીફ અનિતા શિયોરાનને હરાવ્યા છે. આ પહેલા બ્રિજભૂષણ શરણ સિંહે પણ દાવો કર્યો હતો કે સંજય સિંહ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બનશે. સંજય સિંહ કુસ્તીસંઘના પ્રમુખ બનતા જ તેમણે કહ્યું કે, “કુસ્તી માટે નેશનલ કેમ્પ આયોજિક કરાશે. જે કુસ્તીબાજો રાજકારણ કરવા માગે છે તેઓ રાજકારણ કરી શકે છે અને જેઓ કુસ્તી કરવાની ઈચ્છા ધરાવે છે તેઓ કુસ્તી કરશે.”

મહત્ત્વનું છે કે, સંજય સિંહ ‘બબલુ’ને કુસ્તીનો ખૂબ જ શોખ છે અને હાલ તે વારાણસી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ છે. આ સિવાય તે રેસલિંગ એસોસિએશનના રાષ્ટ્રીય સંયુક્ત સચિવની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ઘણી વખત સંઘની કાર્યકારી સમિતિમાં પણ સામેલ થયા હતા. આ સિવાય તે ભારતીય કુસ્તી સંઘનું નેતૃત્વ કરવા માટે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે સંજય સિંહ બબલુએ પૂર્વાંચલની મહિલા કુસ્તીબાજોને આગળ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

વારાણસી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સંજય સિંહ

સંજય સિંહ મૂળ પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે વારાણસીમાં રહે છે. સંજય સિંહ બબલુ દોઢ દાયકા કરતા પણ વધુ સમયથી રેસલિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે અને તે બ્રિજભૂષણ શરણ સિંહની ખૂબ નજીક માનવામાં આવે છે. તેઓ 2008થી વારાણસી રેસલિંગ એસોસિએશનના જિલ્લા પ્રમુખ છે. સંજય સિંહ બબલુને 2009માં રાજ્ય કુસ્તી સંઘના ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

કોણ છે અનિતા શિયોરાન?

અનિતા શિયોરાનને બ્રિજભૂષણ શરણ સિંહની વિરોધી માનવામાં આવે છે. તે હરિયાણાના ભિવાની જિલ્લાના રહેવાસી છે. અનિતાએ કુસ્તીબાજોની જાતીય સતામણીના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પણ જુબાની આપી હતી. અનિતાએ કુસ્તીમાં મોટી સફળતા હાંસલ કરી છે, તેણે 2010ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો અનિતા શિયોરન આ ચૂંટણી જીત્યા હોત તો તે પ્રથમ મહિલા કુસ્તીબાજ બની જતી. હકીકતમાં WFIના મૂળ પુરૂષ અખાડાઓ સાથે જોડાયેલા છે, તેથી જ ટોચના હોદ્દા પર પુરુષોનું વર્ચસ્વ રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા

Back to top button