ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોશ્યારીના રાજીનામા પર રાઉતનું નિશાન, ‘કોશ્યારીએ ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું’

Text To Speech

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનું રાજીનામું સ્વીકારી લીધું છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કોશ્યારીના રાજીનામાની મંજૂરી પર, શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું, કોશ્યારીએ રાજભવનમાં ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામ કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે નવા રાજ્યપાલ બંધારણ મુજબ કામ કરે. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા સંજય રાઉતે કહ્યું કે, લગભગ એક વર્ષથી કોશ્યારીને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી. કોશ્યારીએ શિવાજી મહારાજનું અપમાન કર્યું છે. રાજ્યના લોકો, રાજ્યના રાજકીય પક્ષો, છત્રપતિ શિવાજી મહારાજના સંગઠનોએ મોરચો સંભાળ્યો અને પ્રથમ વખત રાજ્યપાલ સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા.

નવા રાજ્યપાલ બંધારણ મુજબ કામ કરે તેવી અપેક્ષા- રાઉત

સંજય રાઉતે કહ્યું કે, કોશ્યારીએ સરકારને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો. કેબિનેટની ઘણી ભલામણોને પણ ફગાવી દીધી. તેમણે માત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું છે. સંજય રાઉતે કહ્યું કે, હવે રાજ્યને નવા રાજ્યપાલ મળ્યા છે. અમે નવા રાજ્યપાલનું સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ બંધારણ મુજબ કામ કરશે. રાજભવનને ભાજપ કાર્યાલય નહીં બનાવીએ.

Back to top button