ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંજય રાઉતના વાગ્બાણ ! “જે બહાર ગયા છે તેમની આત્મી મરી ગઈ છે”

Text To Speech

સંજય રાઉત સતત બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ એક બાદ એક આક્રમક નિવેદનો આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ફરી સંજય રાઉતે આપ્યું છે એવું નિવેદન. જેનાથી મહારાષ્ટ્રની રાજનીતિ ફરી ગરમાઈ છે.

શું કહ્યું સંજય રાઉતે ?
સંજય રાઉતે કહ્યું કે- “જે 40 લોકો ત્યાં છે, તે જીવતી લાશો છે, તે લોકો મરેલા છે. તેમની લાશો અહીં આવશે. તેમની આત્મા મરી ગઈ છે. આ 40 લોકો જ્યારે અહીં આવશે ત્યારે મનથી જીવતા નહીં હોય. તેમને એ વાતની જાણ હોવી જોઈએ કે, આ જે આગ લાગી છે તેનાથી શું થઈ શકે છે ? અહીંયા તેઓ આવીને બતાવે”. તમને જણાવી દેવામાં આવે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના બળવાખોર જૂથ અસમના ગુવાહાટીમાં રોકાયેલું છે.

એવું નથી સંજય રાઉતે પહેલીવાર શિંદે જૂથ પર આવા વાગ્બાણ ચલાવ્યા હોય. આ પહેલા પણ તેઓ શિંદે જૂથને આડેહાથ લઈ ચૂક્યા છે.આ પહેલા રાઉતે પ્રહાર કરતા કહ્યું કે- ” અમે સંયમ રાખ્યો છે નહીં તો હજારો શિવસૈનિકો અમારા માત્ર એક ઈશારાની રાહ જોઈને બેઠા છે.” “લોકો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વાળી શિવસેના પર વિશ્વાસ રાખે.” “કાલે ઉદ્ધવજીએ કહ્યું હતું કે જે લોકો બહાર ગયા છે તે લોકો શિવસેનાના નામનો ઉપયોગ ન કરે અને પોતાના પિતાના નામનો ઉપયોગ કરે અને વોટ માગે.”

શિવસેનાએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
આ પહેલા શુક્રવારે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિ માત્ર રાજકીય લડાઈ નથી, કાનૂની લડાઈ પણ શરૂ થઈ ગઈ છે. પાર્ટીના ઘણા ધારાસભ્યો આસામમાં રહે છે, અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.” લગભગ 16 ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે.

રાજ્યપાલે પોલીસને ધારાસભ્યોને સુરક્ષા આપવાનું કહ્યું
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ મુંબઈ પોલીસ કમિશનર અને મહારાષ્ટ્રના ડીજીપીને પત્ર લખીને કહ્યું છે કે તમામ ધારાસભ્યોને (શિંદે કેમ્પમાં) સુરક્ષા આપવામાં આવે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને કોરોનાથી સાજા થયા બાદ રવિવારે મુંબઈની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

Back to top button