ટ્રેન્ડિંગનેશનલ

મ્યુઝિયમનું નામ બદલાતા સંજય રાઉત થયા ગુસ્સે, કહ્યું- ઈતિહાસ ભૂંસી નાંખવા માંગે છે

નવી દિલ્હી સ્થિત નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ &લાઈબ્રેરીનું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરી રાખવામાં આવ્યું છે. હવે આ નિર્ણયને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના વિરોધ બાદ હવે શિવસેના (યુબીટી)એ પણ મ્યુઝિયમના નામ બદલવાની નિંદા કરી છે. શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માંગે છે.

મ્યુઝિયમનું નામ બદલવાની જરૂર નથી: સંજય રાઉત

રાઉતે કહ્યું, હું એ બાબતે સહમત છું કે મ્યુઝિયમમાં અન્ય વડાપ્રધાનોને સ્થાન મળવું જોઈએ. આ દેશમાં ઘણા બધા વડાપ્રધાન થયા છે. અટલજી, ઈન્દિરાજી, લાલ બહાદુર શાસ્ત્રી, બધાએ દેશ માટે કંઈક કામ કર્યું છે. તે મ્યુઝિયમમાં એવો વિભાગ હોવો જોઈએ કે જેમાં અન્ય વડાપ્રધાનોના કામને પણ સ્થાન મળે, પરંતુ આમાં મ્યુઝિયમનું નામ બદલવાની જરૂર નથી.

જેમણે દેશને બનાવ્યો, તેમનો જ નાશ કરવા માંગે છે: રાઉત

શિવસેના (યુબીટી) નેતાએ વધુમાં કહ્યું કે પંડિત નેહરુએ દેશના નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું, તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ યોગદાન આપ્યું. આ પંડિત જવાહર લાલ નેહરુ પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમનું નામ તેમના નામ પરથી રાખી શકાતું હતું, પરંતુ તમે (ભાજપ) ઈતિહાસને ખતમ કરવા માંગો છો. તમે આપણા દેશના હીરોનો(સ્વાતંત્ર સેનાનીઓ) નાશ કરવા માંગો છો, જેમણે આ દેશનું નિર્માણ કર્યું. રાઉતે કહ્યું, પંડિત નેહરુ પ્રત્યે નફરતના કારણે આવું કરવામાં આવ્યું છે.

નેહરુજીની સામે મોદીજીનું કદ નાનું છે: કોંગ્રેસ

કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે પણ કહ્યું હતું કે, નેહરુજીની સામે મોદીજીનું વ્યક્તિત્વ હજુ પણ નાનું છે. તેમને લાગે છે કે બોર્ડમાંથી નેહરુજીનું નામ હટાવવાથી નહેરુજીનું વ્યક્તિત્વ ઘટશે. નેહરુજી એ વ્યક્તિ છે જેમને દેશના લોકો આધુનિક ભારતના શિલ્પકાર માને છે. 1947માં નેહરુજીએ જ IIT, IIM, DRDO, ISRO, ભાકરા-નાંગડા ડેમ અને AIIMSની કલ્પના કરી હતી.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનનો ઉલ્લેખ કરતા ગૌરવ વલ્લભે કહ્યું કે, ‘નાના મનથી કોઈ મોટું નથી બની શકતું અને તમે નાના મનનો પરિચય દેશને આપ્યો છે. તમે બોર્ડમાંથી પંડિતજીનું નામ ભલે ભૂંસી નાખો, પરંતુ 140 કરોડ લોકોના મનમાંથી તેમનું નામ ભૂંસી નહીં શકો.’

આ પણ વાંચો: PM મોદીએ પણ સ્વીકાર્યું કે ખેતી ક્ષેત્રે અનેક પડકારો રહેલા છે; જાણો બીજું શું કહ્યું કૃષિ અંગે

Back to top button