ટ્રેન્ડિંગમનોરંજન

ખલનાયકના રૂપમાં સંજયદત્તનું કમબેક, ‘બાગી-4’માં એક્ટરનો પહેલો લુક રિવીલ

Text To Speech
  • ‘બાગી 4’માં સંજયદત્તનું ખલનાયકના રૂપમાં કમબેક થયું છે, તેનો ઈન્ટેન્સ ફર્સ્ટ લૂક ચાહકો પસંદ કરી રહ્યા છે

HD ન્યુઝ ડેસ્કઃ ટાઇગર શ્રોફે તાજેતરમાં જ તેની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘બાગી‘ના ચોથા ભાગની જાહેરાત કરી હતી. ફિલ્મના પ્રથમ પોસ્ટર અને જાહેરાતથી દર્શકોમાં ક્રેઝ વધી ગયો છે. મેકર્સે હાલમાં જ ચાહકોને ટાઈગરનો ફર્સ્ટ લુક બતાવ્યો હતો, ત્યાર બાદ ફિલ્મમાં અન્ય એક શ્રેષ્ઠ અભિનેતાની એન્ટ્રી થઈ છે. ‘બાગી 4’માં સંજય દત્ત ખતરનાક વિલનની ભૂમિકા ભજવશે. ફિલ્મના એક્ટરનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જે તમને ગમશે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

‘બાગી 4’માંથી સંજય દત્તનો ફર્સ્ટ લૂક

સંજય દત્તે સોમવારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘બાગી 4’માંથી તેના લૂક પરથી પરદો ઉઠાવતું એક પોસ્ટર શેર કર્યું હતું. પોસ્ટરમાં તે લોહીથી લથપથ છે અને તેના ખોળામાં એક છોકરીની લોહીથી લથપથ લાશ પડી છે. અભિનેતાના ચહેરા પર ઈન્ટેન્સ લુક જોઈ શકાય છે. અભિનેતાના આ પાત્ર પરથી લાગે છે કે તે ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવતો જોવા મળશે. તેણે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, દરેક પ્રેમી વિલન હોય છે

 

View this post on Instagram

 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ બાગી સાજિદ નડિયાદવાલાની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ફિલ્મ છે. અત્યાર સુધીમાં તેના 3 પાર્ટ આવી ચૂક્યા છે જેમાં ટાઇગર શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે. ટાઇગર શ્રોફ ચોથા ભાગમાં ફરી એકવાર સ્ક્રીન પર પરત ફરશે. આ ફિલ્મનું નિર્દેશન એસ હર્ષાએ કર્યું છે, જેમને કન્નડ ફિલ્મોના ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. ‘બાગી 4’ની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 5 સપ્ટેમ્બર 2025ના રોજ આવશે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ હશે.

આ પણ વાંચોઃ સદાબહાર અભિનેત્રી સાયરા બાનુની બગડી તબિયત, ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું

Back to top button