ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ડીસાના કોંગ્રેસના ઉમેદવાર સંજય દેસાઈએ સમર્થકો સાથે નોંધાવી ઉમેદવારી

Text To Speech

પાલનપુર : ડીસાના કોંગ્રેસના ઉમેદવારે આજે ચૂંટણીનુ ફોર્મ ભર્યુ હતું અને જંગી જીત મેળવવાની આશા વ્યક્ત કરી હતી. ડીસા ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમવારે પોતાનું ફોર્મ ભર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સમર્થન બતાવ્યું હતું.

ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજયભાઈ દેસાઈ ને ટિકિટ આપવામાં આવતા સોમવારે ડીસાના એક પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પૂર્વ ધારાસભ્યો સહિતના સમર્થકો ઉમટી પડ્યા હતા.

તેમજ સંજયભાઈ દેસાઈ દ્વારા ડીસા અને પ્રાંત કચેરી ખાતે પોતાનો ફોર્મ રજૂ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ વિજય થયા બાદ ડીસા શહેરના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સંજય દેસાઈ કોંગ્રેસના યુવા ઉમેદવાર હોવાથી મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો : ચૂંટણી પીચ પર રિવાબાના પ્રચારમાં આવશે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો ?, શું કહ્યું જાડેજાએ

 

 

Back to top button