સ્પોર્ટસ

સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી લીધી નિવૃતિ, જ્યાંથી કારકિર્દીની કરી શરુઆત ત્યાં જ અંત

Text To Speech

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી સંન્યાસ લઈ લીધો છે. હૈદરાબાદમાં ભીની આંખો સાથે તેણે કારકિર્દીનો અંત કર્યો. તેણે પોતાની ટેનિસ કારકિર્દી અહીંથી શરૂ કરી અને તેનો અંત પણ અહીં જ કર્યો.

સાનિયાએ ટેનિસમાંથી લીધી નિવૃતિ

સાનિયાએ પોતાની કારકિર્દીની છેલ્લી મેચ હૈદરાબાદના લાલ બહાદુર ટેનિસ સ્ટેડિયમમાં રમી હતી. સાનિયાની આ મેચ જોવા માટે ઘણા દિગ્ગજ ખેલાડીઓ મેદાન પર હાજર હતા. રોહન બોપન્ના, યુવરાજ સિંહ અને તેના બેસ્ટ ફ્રેન્ડ બેથેની મેટેક-સેન્ડ્સ પણ ટેબલ જોવા આવ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.

સામિયા મિર્ઝા નિવૃતિ-humdekhengenews

વિદાયના ભાષણમાં ભાવુક થઈ સાનિયા

સાનિયા મિર્ઝા તેના વિદાયના ભાષણમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, હું તમારા બધાની વચ્ચે મારી કારકિર્દીની છેલ્લી મેચ રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 20 વર્ષથી મારા દેશ માટે રમવું એ મારા માટે સૌથી મોટું સન્માન છે. પોતાના દેશ માટે ટોપ લેવલ પર રમવું દરેક ખેલાડીનું સપનું હોય છે અને હું આ કરી શકી છું. વધુમાં તેણે કહ્યું કે, ભલે મેં ટેનિસમાં નિવૃતિ લીધી પરંતુ, હું ભારત અને તેલંગાણામાં ટેનિસ સહિત અન્ય રમતોનો હિસ્સો બનીને તેને આગળ લઈ જવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

સામિયા મિર્ઝા નિવૃતિ (-humdekhengenews

આ પણ વાંચો : હરિયાણાના મંત્રી કમલ ગુપ્તાનો દાવો, POK ગમે ત્યારે ભારતમાં ભળી જશે

Back to top button