ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસની જાહેરાત, જાણો- કઈ હશે અંતિમ ટૂર્નામેન્ટ ?

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે ડિવોર્સની ખબરો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક મોટી જાહેરાત કરી છે. સાનિયાએ તેના પ્રોફેશનલ ટેનિસ કરિયરમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સાનિયાએ આ ફેંસલો તેને થયેલી ઈજાને ધ્યાનમાં રાખી લીધો છે.

દુબઈમાં કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ- સાનિયા

સાનિયાએ કહ્યું કે તે આવતા મહિને દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપમાં રમશે. આ ચેમ્પિયનશીપ સાનિયાના ટેનિસ કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ હશે. દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપનો આગાઝ 19 ફેબ્રુઆરીએ થશે. આ એક WTA 1000 ઈવેન્ટ હશે. સાનિયા આ ટૂર્નામેન્ટમાં છેલ્લા વખત રમતી જોવા મળશે.

tennis star Sania Mirza
tennis star Sania Mirza

36 વર્ષીય સાનિયા મિર્ઝા ડબલ્સમાં વર્લ્ડ નંબર વન પણ રહી ચૂકી છે. તમને જણાવી દઈએ કે સાનિયાએગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે 2022ના અંતમ ટેનિસમાંથી સંન્યાસ લેશે. પરંતુ, ઈજા થવાના કારણે તે યુએસ ઓપન રમી શકી નહોતી. એવામાં સાનિયા મિર્ઝા આ વર્ષનો પહેલો ગ્રેંડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન રમશે, ત્યારબાદ, UAEમાં ચેમ્પિયનશીપ રમી ટેનિસને કાયમ માટે અલવિદા કહી દેશે.

ગયા વર્ષે સંન્યાસનો બનાવ્યો હતો પ્લાન

સાનિયાએ કહ્યું- ‘મેં ગયા વર્ષે જ WTA ફાઈનલ્સ પછી જ સંન્યાસ લેવાનો પ્લાન કર્યો હતો. પરંતુ, રાઈટ એલ્બોમાં ઈજાના કારણે યુએસ ઓપન અને બાકી ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચવું પડ્યું. હું મારી શરતોને આધારે જીંદગી જીવનારી વ્યક્તિ છું. આ જ કારણે છે કે ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળવા નહોતી ઈચ્છતી અને હવે ટ્રેનિંગ લઈ રહી છું. એ જ કારણ છે કે દુબઈ ટેનિસ ચેમ્પિયનશીપ બાદ મારો રિટાયર થવાનો પ્લાન છે.’

Indian tennis ace Sania Mirza
Indian tennis ace Sania Mirza

મેચ બાદ સાનિયાએ શું કહ્યું?

ઓસ્ટ્રેલિયા ઓપનમાં પોતાની મેચ બાદ સાનિયા મિર્ઝાએ કહ્યું, ‘સંન્યાસ લેવાના કેટલાક કારણો છે. મને લાગે છે કે મારી રિકવરીમાં વધુ સમય લાગી રહ્યો છે, હું મારા 3 વર્ષના પુત્ર સાથે આટલી બધી મુસાફરી કરીને તેને જોખમમાં મૂકી રહી છું, તે મારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. મને લાગે છે કે મારું શરીર બગડી રહ્યું છે. આજે મારા ઘૂંટણમાં ખૂબ દુખતું હતું અને હું એમ નથી કહેતી કે આ કારણે જ અમે હારી ગયા પરંતુ મને લાગે છે કે હું સાજા થવામાં સમય લઈ રહી છું.

સાનિયા મિર્ઝાએ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2015માં વિમ્બલ્ડન અને મહિલા ડબલ્સમાં યુએસ ઓપન જીતી હતી. તે જ સમયે, મિક્સ્ડ ડબલ્સમાં તેણે 2009માં ઓસ્ટ્રેલિયન ઓપન, 2012માં ફ્રેન્ચ ઓપન અને 2014માં યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.

Back to top button