- નગરપાલિકાએ વેરામાં વધારો કરતાં સાણંદ બંધનું એલાન.
- પાલિકાના વધારા સામે સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ.
- સ્થાનિકોએ મામલતદારને આવેદન પાઠવી વધારેલ વેરો પરત લેવા કરી માગ.
અમદાવાદની સાણંદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા આજે આખું સાણંદ શહેર બંધ રહ્યું છે. આકરા કરબોજ સામે સુવિધાઓ ન મળતી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. વેરામાં રહેણાંક વિસ્તારમાં 200 ટકા અને કોમર્શિયલ મિલકત પર 400 ટકાનો વધારો કરાતા સ્થાનિકો રોષે ભરાયા છે. નગરપાલિકાએ કરેલા ટેક્સ વધારા સામે આજે સાણંદ બંધની જાહેરાત કરાઈ છે.
આ પણ વાંચો: દ્વારકા બાદ રાજ્યના વધુ એક મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ
નગરપાલિકા દ્વારા અધધ્ધ વધારો કરાયો:
નગરપાલિકાએ કરેલ કર વધારા સામે આજે સાણંદ બંધ જોવા મળી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં 200 ટકા અને કોમર્શિયલ મિલકત પર 400 ટકાનો વધારો કર્યો છે. આકરા કરબોજ સામે સાણંદ રહીશોનો આક્રોશ જોવા મળ્યો છે. વેપારી, શાકભાજી, પાથરણાં એસોસિએશનોએ સાણંદ બંધ આપ્યું છે. સાણંદમાં રહેણાંક મિલકત વેરો 339 થી વધારી 560 કરાયો છે. તો શિક્ષણ ઉપર કર 10 થી વધારી 17 કરાયો છે. પાણી વેરો 800 થી વધારી 2000 કરાયો છે. તો સફાઈ વેરો 200 થી 500, દિવાબત્તી વેરો 150 થી 300 કરાયો છે. આ ઉપરાંત નવી ખરીદાયેલ મિલકતની પાલિકામાં નોંધણી માટે એક ટકા ફી લાગુ કરાઈ છે.
સ્થાનિકો દ્વારા મામલતદારને રજૂઆત:
સાણંદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ કરવેરોનો સ્થાનિતોએ વિરોધ નોંધાવી સાણંદ બંધ રાખ્યું છે. સ્થાનિકોએ ફરિયાદમાં કહ્યું કે, સાણંદની અનેક સમસ્યા હજી સોલ્વ થઈ નથી. જેથી પાલિકા દ્વારા લગાવવામા આવેલા આ કરવેરા પાછા લેવામા આવે. સાણંદના વોર્ડ 5ના લોકોએ સાણંદ પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદન પાઠવી વધારેલ વેરો પરત લેવા માટે માગ કરી છે, અગાઉ પણ સાણંદ શહેરના અલગ અલગ વોર્ડના લોકોએ વેરા વધારો પરત ખેંચવા માટે મામલતદારને રજૂઆત કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, રોગચાળાના કેસમાં ઉછાળો