ટ્રેન્ડિંગમનોરંજન

રી-રિલીઝ પર ‘સનમ તેરી કસમ’એ ધૂમ મચાવી, નવી ફિલ્મોને પાછળ રાખી

  • ‘સનમ તેરી કસમ’એ તેની રી-રિલીઝના પહેલા દિવસે ₹ 5.14 કરોડની કમાણી કરી હતી, જે તેની મૂળ રિલીઝ કરતા ઘણી વધારે છે

10 ફેબ્રુઆરી, મુંબઈઃ હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની ફિલ્મ ‘સનમ તેરી કસમ’ (2016) તેની શરૂઆતની રિલીઝમાં બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી, પરંતુ જ્યારે આ ફિલ્મ શુક્રવારે ફરી સિનેમાઘરોમાં આવી, ત્યારે તેને દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો છે. નિર્માતાઓના મતે, ફિલ્મે પહેલા દિવસે ₹ 5.14 કરોડની કમાણી કરી હતી, જે તેની મૂળ રિલીઝ કરતા ઘણી વધારે છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Rampal (@rampal72)

3 દિવસમાં રેકોર્ડ બ્રેક કમાણી

ફરીથી રિલીઝ થયા પછી, ‘સનમ તેરી કસમ’ એ 2016માં તેની મૂળ રિલીઝ કરતા 170% વધુ કમાણી કરી છે, જે તેને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી રી-રિલીઝ ફિલ્મોમાંની એક બનાવે છે. સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સેકનિલ્કના રિપોર્ટ મુજબ, ત્રણ દિવસમાં ફિલ્મની કુલ કમાણી આશરે 15.50 લાખ રૂપિયા થઈ ચૂકી છે.

  • પહેલો દિવસ (7 ફેબ્રુઆરી) રૂ. 4.25 કરોડ
  • બીજો દિવસ 2 (8 ફેબ્રુઆરી)રૂ. 5.25 કરોડ
  • ત્રીજો દિવસ (9 ફેબ્રુઆરી) – રૂ. 6 કરોડ

સૌથી રસપ્રદ વાત એ છે કે ‘સનમ તેરી કસમ’ એ તાજેતરની રિલીઝ ‘લવયાપા’ અને ‘બેડએસ રવિ કુમાર’ ને પણ પાછળ છોડી દીધી છે. ફિલ્મની ભવ્ય સફળતા જોઈને, હર્ષવર્ધન રાણેના મિત્રો અને ઈન્ડસ્ટ્રીના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આ દરમિયાન અભિનેતા અર્જુન રામપાલે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા હર્ષવર્ધન રાણેને અભિનંદન પાઠવ્યા છે.

નવી ફિલ્મો માટે બની માથાનો દુખાવો

‘સનમ તેરી કસમ’ એ માત્ર દર્શકોના જ દિલ નથી જીત્યા, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ‘લવયાપા’ અને ‘બેડએસ રવિ કુમાર’ ને બોક્સ ઓફિસ પર પાછળ પાડી દીધી છે. આ બંને ફિલ્મોની કમાણી ખૂબ ઓછી રહી. આ 9 વર્ષ જૂની ફિલ્મના જોરદાર પુનરાગમનથી નવી ફિલ્મોનો બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે.

જુનૈદ કુમાર અને ખુશી કપૂરની ફિલ્મ ‘લવયાપા’ ત્રણ દિવસમાં માત્ર 4.45 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. જ્યારે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘બેડએસ રવિ કુમાર’ ત્રણ દિવસમાં માત્ર 6.15 કરોડ રૂપિયા જ કલેક્શન કરી શકી છે.

સ્ટોરી અને સ્ટારકાસ્ટ

‘સનમ તેરી કસમ’ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેમાં હર્ષવર્ધન રાણે ઈન્દર તરીકે અને માવરા હુસૈન સરુ તરીકે અભિનય કરે છે. આ ફિલ્મમાં વિજય રાજ ​​પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મની ઉત્તમ વાર્તા અને પાત્રોએ દર્શકોના હૃદય પર છાપ છોડી છે. આ ફિલ્મ રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત છે. આ ફિલ્મનું નિર્માણ દીપક મુકુટે કર્યું છે.

આ પણ વાંચોઃ અંબાણી પરિવારની લાડકી વહુએ લગાવ્યા ઠુમકા, અદાઓથી લૂંટી મહેફિલ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button