Samsung Galaxy S24 Series ટૂંક સમયમાં થશે લોંચ, જાણો- કિંમત અને સ્પેસિફિકેશન્સ
15 જાન્યુઆરી,2024: સેમસંગ કંપની તેની S સિરીઝને આગળ વધારવા જઈ રહી છે. Samsung Galaxy S સીરીઝ ખૂબ જ લોકપ્રિય છે અને દર વર્ષે કંપની Samsung Galaxy S લાઇનઅપમાં નવી સ્માર્ટફોન સીરીઝ લોન્ચ કરે છે. આ વખતે કંપની Samsung Galaxy S24 સીરીઝ લોન્ચ કરવા જઈ રહી છે. સેમસંગ કંપની 17 જાન્યુઆરીએ યોજાનારી ઈવેન્ટમાં સ્માર્ટફોનની આ નવી સિરીઝને લોન્ચ કરશે. આ ઇવેન્ટનું નામ Samsung Galaxy Unpacked 2024 છે.
લોન્ચનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું?
આ સેમસંગ કંપનીની વાર્ષિક ઈવેન્ટ છે, જેનું તે દર વર્ષે આયોજન કરે છે. આ ઈવેન્ટનું આયોજન 17 જાન્યુઆરીએ કેલિફોર્નિયા, યુએસએ સ્થિત SAP સેન્ટર ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન 17 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 વાગ્યે શરૂ થશે. તમે ગમે ત્યાંથી તમારા મોબાઈલ ફોન પર આ ઈવેન્ટ જોઈ શકો છો. આ માટે તમારે સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ સેમસંગ ન્યૂઝરૂમ અથવા સેમસંગની યુટ્યુબ ચેનલ પર જવું પડશે.
આ વખતે આ ઈવેન્ટમાં સેમસંગ કંપની AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર મોટી જાહેરાત કરવા જઈ રહી છે. જો કે, સેમસંગ ચાહકોની નજર Samsung Galaxy S24 સિરીઝ પર છે, જેના હેઠળ કદાચ સેમસંગ કંપની ત્રણ નવા પ્રીમિયમ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે સેમસંગ કંપની આ સીરીઝમાં ત્રણ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. તેમાં Samsung Galaxy S24, Samsung Galaxy S24 Plus અને Samsung Galaxy S24 Ultra સ્માર્ટફોનનો સમાવેશ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, સાઉથ કોરિયન કંપની Samsung Galaxy S24 Ultraમાં ફ્લેટ ડિસ્પ્લે સાથે iPhone 15 Pro જેવી ડિઝાઇન આપી શકે છે.
આ ત્રણ ફોનમાં પ્રોસેસર માટે Qualcomm Snapdragon 8 Gen 3 ચિપસેટ હોવાનું કહેવાય છે. જો આપણે આ ફોન વિશે આવી રહેલા લીક અહેવાલો પર વિશ્વાસ કરીએ, તો Samsung Galaxy S24+ નું બેઝ મોડલ 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે લોન્ચ થઈ શકે છે, જેની કિંમત 1,04,999 રૂપિયા અથવા 1,05,999 રૂપિયા હોઈ શકે છે.
આ સિવાય, આ સીરીઝનું પ્રીમિયમ મોડલ, Samsung Galaxy S24 Ultra, જેના 12GB રેમ અને 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 1,34,999 રૂપિયા અથવા 1,35,999 રૂપિયા હોઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે સેમસંગ કંપની આ ત્રણેય સ્માર્ટફોનને કઈ કિંમતે લોન્ચ કરે છે અને તેમાં શું સ્પેસિફિકેશન આપે છે.