Samsung Galaxy C55 મિડરેન્જ સેગમેન્ટનો સ્માર્ટફોન ભારતમાં ટૂંક જ સમયમાં થશે લોન્ચ
- Samsung Galaxy C55ના બે વેરિયન્ટમાં મળશે
- સ્માર્ટફોનના પાછળના ભાગમાં લેધર ફિનિસ જોવા મળશે
- કિંમત અંદાજે 20-25 હજારની આસપાસ હોય શકે છે
HD ન્યુઝ ડેસ્ક, 24 એપ્રિલ: ટેકવર્લ્ડમાં સેમસંગ સ્માર્ટફોન બનાવનારી એક જાયન્ટ કંપની છે. સેમસંગ બજેટ સ્માર્ટફોન ,થી માંડીને ફ્લેગશિપ સ્માર્ટફોન સુધી દરેક પ્રકારના વિકલ્પ પોતાના કસ્ટમરને આપી રહી છે. હાલમાં સેમસંગે એક મિડરેન્જ સેગમેન્ટમાં એક ફોન Samsung Galaxy C55 લોન્ચ કર્યો છે જે એક બજેટ ફોન છે. જો હાલમાં તમે મિડરેન્જમાં સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો આ ફોન તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થશે. જે ભારતના માર્કેટમાં ટુંક સમયમાં જ અવેલેબલ થઈ જશે. એક અંદાજ પ્રમાણે આ સ્માર્ટફોનની કિંમત 20 હજારથી 25 હજાર હોય શકે છે. તો જાણો તેના દમદાર ફિચર્સ વિશે ડીટેલમાં.
ફિચર્સ
સેમસંગે Samsung Galaxy C55ના બે વેરિયન્ટ એક સાથે રજુ કર્યા છે. જેમાં એક વેરિયન્ટ 8GB રેમ અને 256GB સ્ટોરેજની સાથે આવશે જ્યારે બીજો વેરિયન્ટ 12 GB રેમ અને 256GB સ્ટોરેજની સાથે આવશે. હાલમાં કંપનીએ આ સ્માર્ટફોનને ચીનના માર્કેટમાં રજુ કર્યો છે. જ્યાં તેની 8 GBની કિંમત CNY 1,999 એટલે કે 23,000 રુપિયા જ્યારે 12 GBની CNY 2,299 એટલે કે 26,000 રુપિયા છે. કંપનીએ આ સ્માર્ટફોનને ઓરેન્જ અને બ્લેક કલરના એમ બે કલર ઓપ્શન આપ્યા છે. આ સિવાય આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં લેધર ફિનિશ પણ આપવામાં આવ્યું છે. જે ભારતના માર્કેટમાં ટુંક જ સમયમાં તમને જોવા મળશે.
સ્પેશિફિકેશન્સ
આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સમાં કંપનીએ સ્નેપડ્રેગન 7 જેન 1 પ્રોસેસર, ફોનની સાઈઝ 6.7 ઈંચ,1080 x 2400 પિક્સલ રિઝોલ્યુશન સાથે ઓપરેટીંગ સિસ્ટમ OS Android 14, 7.5ઈંચની ફુલ એચડી ડીસ્પ્લે આપવામાં આવી છે. જેનાથી યુઝર્સને રોજબરોજના વપરાશમાં અને સામાન્ય હેવી ટાસ્કિંગ માટે આ સ્માર્ટફોન એક પરફેક્ટ ચોઈસ રહેશે. ફોનમાં 12 GB રેમની સાથે 256 GB સ્ટોરેજની લિમિટ છે અને સ્ટેોરેજને તમે 1 TB સુધી વધારી શકાય છે. ફોટોગ્રાફી માટે તેમાં રિયર પેનલમાં Galaxy S23ની જેમ ટ્રીપલ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 50+8+2 મેગાપિક્સલનો કેમેરા સેન્સર મળે છે આ સાથે 5000mAhની બેટરી ક્ષમતા પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: વોટ્સએપમાં નંબર આપ્યા વગર શેર થશે ફાઈલ, આવી રહ્યું છે શાનદાર ફીચર