ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Samsung Galaxy A16 લોન્ચ: 50MP કેમેરા અને 5G સપોર્ટ જેવા અદ્ભુત ફીચર્સ, જાણો કિંમત

Text To Speech
  • કંપનીએ આ ફોનમાં 6 વર્ષ માટે સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું

નવી દિલ્હી, 19 ઓકટોબર: Samsungએ ભારતીય બજારમાં ગ્રાહકો માટે A શ્રેણીમાં એક નવો મિડ રેન્જ ફોન Samsung Galaxy A16 5Gને આજે શનિવારે લોન્ચ કર્યો છે. જેના મહત્વના ફીચર્સ વિશે વાત કરતા, કંપનીએ આ ફોનમાં 6 વર્ષ માટે સોફ્ટવેર અને સિક્યોરિટી અપડેટ્સ આપવાનું વચન આપ્યું છે. આ સિવાય આ ફોનને IP54 રેટિંગ અને મીડિયાટેક ડાયમેન્શન પ્રોસેસર સાથે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

ગોલ્ડ, બ્લુ બ્લેક અને લાઇટ ગ્રીન કલરમાં ઉપલબ્ધ આ ફોનને કંપનીની ઓફિશિયલ સાઇટ સિવાય એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાય છે.

 

Samsung Galaxy A16 5G ફીચર્સ

ડિસ્પ્લેઃ આ Samsung મોબાઈલ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.7 ઈંચની ફુલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે છે.

પ્રોસેસરઃ આ મિડ રેન્જ ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 6300 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેમેરા સેટઅપ: આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેન્સર છે, સાથે 5 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા સેન્સર અને 2 મેગાપિક્સલનો માઇક્રો કેમેરા સેન્સર છે. સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેન્સર ઉપલબ્ધ હશે.

બેટરી ક્ષમતા: 5000mAh ની શક્તિશાળી બેટરી ફોનમાં આપવામાં આવી છે જે 25W ફાસ્ટ ચાર્જને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે, એકવાર ફુલ ચાર્જ થયા પછી ફોનની બેટરી 2.5 દિવસ સુધીનો પ્લેબેક સમય આપે છે.

ખાસ ફીચર્સ: આ ફોન સેમસંગ  Knox Vault સિક્યુરિટી ફીચર અને NFC સપોર્ટ જેવા ખાસ ફીચર્સ પણ સપોર્ટ કરે છે.

રેમ અને સ્ટોરેજઃ ફોનમાં 8 GB RAM છે, 256 GB સુધી સ્ટોરેજ છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી 1 TB સુધી વધારી શકાય છે.

Samsung Galaxy A16 5Gની ભારતમાં કિંમત

આ Samsung ફોનના 8GB અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18 હજાર 999 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જ્યારે 8GB અને 256 GBવાળા ટોપ વેરિઅન્ટની કિંમત 20 હજાર 999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. SBI કાર્ડ દ્વારા પેમેન્ટ પર 1,000 રૂપિયા સુધીની બચત માટેની તક પણ આપવામાં આવી છે.

આ પણ જૂઓ: Huawei Watch GT 5 થઈ લોન્ચ, સ્માર્ટવોચની બેટરી 14 દિવસ સુધી ચાલશે, જાણો કિંમત

Back to top button