ટ્રેન્ડિંગમનોરંજન

Box Office:તો શું ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફ્લોપ થશે? જાણો-શું છે કારણ ?

Text To Speech

‘સમ્રાટ પૃથ્વીરાજ’ ગયા વીકએન્ડની સૌથી મોટી રિલીઝ હતી. જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે, તેની શરૂઆત જબરદસ્ત હતી. ફિલ્મ રિલીઝ થયાના પ્રથમ વીકના અંતે ફિલ્મનું કલેક્શન સારું જોવા મળી રહ્યું છે. પરંતુ, અઠવાડિયા બાદ ફિલ્મના કલેક્શન પર નજર કરવામાં આવે તો ઓડિયન્સનો ખાસ રિસ્પોન્સ મળી રહ્યો હોય તેવું લાગતું નથી.

ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સોમવારે ભારે ઘટાડા બાદ મંગળવારે ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે ફિલ્મે રૂ. 4.25 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે સોમવારે 5 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ હજુ 50 કરોડના આંકડા સુધી પહોંચી શકી નથી અને હાલમાં કુલ કલેક્શન રૂ. 48.65 કરોડ થયું છે.

ક્રિટીક તરણ આદર્શે ટ્વિટ કર્યું, “સમ્રાટ પૃથ્વીરાજની કમાણીનો ટ્રેન્ડ ચાલુ છે. ખૂબ જ નબળો ટ્રેન્ડ, સપ્તાહના દિવસો અથવા આગામી સપ્તાહના અંતે ફિલ્મ કમાણી કરે તેવી બહુ ઓછી આશા છે…શુક્રવારે 10.70 કરોડ, શનિ 12.60 કરોડ, રવિવાર 16.10 કરોડ, સોમવારે 5 કરોડ , મંગળ 4.25 કરોડ. કુલ: ₹ 48.65 કરોડ”

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સમ્રાટ ‘પૃથ્વીરાજ’ અપેક્ષા મુજબ કમાણી કરી શકી નથી. તો, ‘ભૂલ ભૂલૈયા 2’ ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રિલીઝ થયાના ત્રીજા મંગળવારે પણ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ‘ભૂલ ભૂલૈયા 2’ ફિલ્મે રૂ. 2.16 કરોડની કમાણી કરી લીધી છે અને હવે ફિલ્મ 200 કરોડના આંકડા તરફ આગળ વધી રહી છે. એવા અહેવાલો છે કે ‘સમ્રાટ પૃથ્વીરાજ’ માટે પણ ફૂટફોલ બહુ સારું નથી. ઓછા દર્શકોને કારણે ફિલ્મના ઘણા શો રદ કરવામાં આવ્યા હતા અને ઓક્યુપન્સી સિંગલ ડિજિટમાં હતી. જો આ ચાલુ રહેશે, તો ફિલ્મ તેની સ્ક્રીન ગુમાવશે, તેના બદલામાં ‘ભૂલ ભૂલૈયા 2’ જેવી ફિલ્મોને આપવામાં આવશે. ત્યારે, શું અક્ષયની આ ફિલ્મ આગળ કેટલી કમાણી કરશે અને જો નહીં, તો તે ‘જયેશભાઈ જોરદાર’ ફિલ્મની જેમ ફ્લોપ થઈ જશે.

Back to top button